ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અદાર પૂનાવાલાને ઝેડ પ્લસ સુરક્ષા આપવાની માગ સાથે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ

દેશમાં વેક્સિન બનાવતી કંપનીના CEO અદાર પૂનાવાલાને ઝેડ પ્લસ સુરક્ષા આપવાની માગ કરવામાં આવી હતી. બોમ્બે હાઈકોર્ટમાં આ અંગે અરજી દાખલ કરવામાં આવી હતી. પૂનાવાલાએ એક ઈન્ટરવ્યૂમાં ભારતમાં ધમકી મળવાની વાત કરી હતી. કોરોનાની વેક્સિનની માગમાં આવતી તેજી અને તેને લઈને થતા દબાણ અને વેક્સિનની અછતને પહોંચી વળતા મળતી ધમકીભર્યા ફોન આવ્યા પછી અદાર પૂનાવાલા પરિવાર સાથે લંડન જતા રહ્યા છે.

અદાર પૂનાવાલાને ઝેડ પ્લસ સુરક્ષા આપવાની માગ સાથે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ
અદાર પૂનાવાલાને ઝેડ પ્લસ સુરક્ષા આપવાની માગ સાથે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ

By

Published : May 6, 2021, 11:10 AM IST

  • બોમ્બે હાઈકોર્ટમાં અદાર પૂનાવાલાની સિક્યોરિટી માટે અરજી દાખલ
  • અરજીમાં અદાર પૂનાવાલાને પરિવાર સહિત ઝેડ પ્લસ સિક્યોરિટી આપવા માગ
  • હાલમાં અદાર પૂનાવાલા પરિવાર સાથે લંડન જતા રહ્યા છે

મુંબઈઃ બોમ્બે હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી છે, જેમાં વેક્સિન બનાવતી કંપનીના CEO અદાર પૂનાવાલા અને તેમના પરિવાર માટે ઝેડ પ્લસ સિક્યોરિટીની માગ કરવામાં આવી છે. દેશમાં કોરોનાની વેક્સિનની માગ વધતા તેમને ધમકીઓ મળતી હતી, જેના કારણે અદાર પૂનાવાલા પરિવાર સાથે કેટલાક દિવસ માટે લંડન જતા રહ્યા છે.

આ પણ વાંચોઃભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ UKમાં 24 મિલિયન ડોલરનું કરશે રોકાણ

વેક્સિન અંગે ધમકી મળતી હતીઃ પૂનાવાલા

એક સમાચારપત્રને આપેલા ઈન્ટરવ્યૂમાં અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે, ભારતમાં તેમને વેક્સિન અંગે ધમકી મળતી હતી. આ ઉપરાંત કોરોનાની વેક્સિનની માગ અંગેના દબાણના કારણે અમે દેશ છોડીને લંડન આવતા રહ્યા છીએ.

આ પણ વાંચોઃયોગી આદિત્યનાથને ડાયલ 112 પર મારી નાખવાની ધમકી મળી

પૂનાવાલા ધમકી આપનારાનો નંબર આપશે તો અમે તપાસ કરાવીશુંઃ ગૃહરાજ્યપ્રધાન

પૂણેમાં આવેલી અદાર પૂનાવાલાની કંપની ઓક્સફર્ડ-એસ્ટ્રેજેનેકાની કોરોના વેક્સિનનું દેશમાં ઉત્પાદન કરી રહી છે. મહારાષ્ટ્રના ગૃહરાજ્યપ્રધાન શંભુરાજે દેસાઈએ જણાવ્યું હતું કે, પૂનાવાલાએ ફરિયાદ નોંધાવી ધમકી અંગેની વિગત આપવી જોઈએ. આ સાથે જ તેમણે જે નંબર પરથી ધમકી મળી હતી. તે નંબર પણ આપવો જોઈએ. અમે તેની ઉંડાણપૂર્વક તપાસ કરાવીશું.

ABOUT THE AUTHOR

...view details