ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Punjab Elections 2022: સોનુ સૂદની બહેન માલવિકા લડશે પંજાબ વિધાનસભાની ચૂંટણી - ACTOR SONU SOOD SISTER

અભિનેતા સોનુ સૂદની (Sonu Sood) બહેન માલવિકાએ (Malavika Sood) પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 (Punjab Elections 2022) લડવાનો નિર્ણય લીધો છે. માલવિકા કઇ પાર્ટીમાંથી અને કઇ સીટ પરથી ચૂંટણી લડશે તેની હજુ જાહેરાત કરવામાં આવી નથી.

ACTOR SONU SOOD S SISTER MALVIKA WILL CONTEST PUNJAB ELECTIONS 2022
ACTOR SONU SOOD S SISTER MALVIKA WILL CONTEST PUNJAB ELECTIONS 2022

By

Published : Nov 14, 2021, 1:05 PM IST

  • અભિનેતા સોનુ સૂદની બહેન માલવિકાએ લડશે ચૂંટણી
  • માલવિકા કઇ પાર્ટીમાંથી અને ક્યાંથી લડશે તે અટકળો
  • થોડા દિવસો પહેલા પૂર્વ મુખ્યપ્રધાન અમરિંદર સિંહને મળી હતી માલવિકા

ચંદીગઢઃ ​​પંજાબ વિધાનસભા ચૂંટણી 2022ની (Punjab Elections 2022) તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. આ બધાની વચ્ચે બોલિવૂડ એક્ટર અને કોરોના સમયગાળા દરમિયાન લોકોની મદદ કરનાર સોનુ સૂદને (Sonu Sood) લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સોનુ સૂદે પંજાબ વિધાનસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. જો કે તેની બહેન માલવિકા (Malavika Sood) ચૂંટણી લડશે, પરંતુ માલવિકા કઇ પાર્ટીમાંથી અને કઈ સીટ પરથી ચૂંટણી લડશે તે હજુ નક્કી થયું નથી.

માલવિકાના નિર્ણયથી અટકળો શરૂ

માલવિકાના ચૂંટણી લડવાના નિર્ણયથી હવે અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. થોડા દિવસો પહેલા પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન અમરિંદર સિંહ (Former CM Amarinder Singh) સાથે માલવિકાની એક તસવીર પણ વાયરલ થઈ હતી. આ તસવીરમાં માલવિકાની સાથે તેનો અભિનેતા ભાઈ સોનુ સૂદ પણ હતો. તાજેતરમાં, કેપ્ટન અમરિન્દર સિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને તેમની નવી પાર્ટી 'પંજાબ લોક કોંગ્રેસ'ની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details