ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુકેશ અંબાણીના ઘર બહાર મળી આવેલા વિસ્ફોટક મામલે ખુલાસો, તપાસમાં સામે આવ્યું તિહાડ જેલ કનેક્શન - અંબાણી હાઉસ

મુંબઈમાં અંબાણી હાઉસ એટલે કે, એન્ટેલિયા બહારથી કારમાંથી વિસ્ફોટક મળવાનું કનેક્શન તિહાર જેલ સાથે જોડાઈ રહ્યું છે. જેલમાંથી જૈશ- ઉલ-હિંદે ધમકી આપી હતી હવે સુરક્ષા એજન્સીઓએ નંબર ટ્રેક કર્યો છે તો બીજી તરફ સ્કોર્પિયો માલિક મનસુખ હિરેનના શંકાસ્પદ મૃત્યુ મામલે પોલીસ અધિકારી સચિન વાજેનું નામ સામે આવ્યું છે. મનસુખના પરિવારજનોએ સચિન વાજે પર હત્યાનો આરોપ લગાવ્યો હતો.

મુકેશ અંબાણીનું ઘર
મુકેશ અંબાણીનું ઘર

By

Published : Mar 11, 2021, 1:57 PM IST

Updated : Mar 11, 2021, 2:09 PM IST

  • એન્ટેલિયા કેસનું તિહાર કનેક્શન
  • જેલથી જૈશ-ઉલ-હિંદે આપી હતી ધમકી
  • સુરક્ષા એજન્સીએ ટ્રેક કર્યો નંબર

મુંબઇ :ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈ ખાતે આવેલા નિવાસ સ્થાન એન્ટિલિયાની બહારથી થોડા દિવસો પહેલા જિલેટિન સ્ટીક ભરેલી સ્કોર્પિયો કાર મળી આવી હતી. આ કારને ત્યાં મુકવાની જવાબદારી કથિત આતંકવાદી જૂથ જૈશ ઉલ હિંદે લીધી હતી. હકીકતે એક ખાનગી સાઈબર એજન્સીના અહેવાલ પ્રમાણે દિલ્હીની તિહાડ જેલમાંથી એક ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવી હતી. તેમાં જૈશ ઉલ હિંદ દ્વારા આની જવાબદારી સ્વીકારવામાં આવી છે.

તિહાડ જેલ કનેક્શન સામે આવ્યું

આતંકવાદી જૂથ, એટલે કે, જૈશ-ઉલ-હિંદના ટેલિગ્રામ ચેનલના માધ્યમથી વિસ્ફોટક રાખવાની જવાબદારી લીધી હતી.તે ચેનલની રચના દિલ્હીની તિહાડ જેલમાં થઇ હતી.કેન્દ્ર સરકારના આદેશ પછી, રાષ્ટ્રીય તપાસ એજન્સી એન્ટિલિયાની બહાર સ્કોર્પિયો અને તેના માલિક મનસુખ હિરેનની શંકાસ્પદ મૃત્યુની તપાસ કરી રહી છે.

ફોનમાંથી જ ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવી

આ ખાનગી સાઈબર એજન્સીએ તપાસ એજન્સીને એક ફોન ટ્રેક કરવા કહ્યું હતું. તે ફોનમાંથી જ ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવી હતી. તપાસ એજન્સીની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે પરંતુ કેન્દ્રીય એજન્સીઓએ આ માહિતી દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને આપી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા આતંકવાદી મામલાઓની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે વાહન માલિકના મોત અને 25મી ફેબ્રુઆરીએ અંબાણીના ઘર બહારથી વાહન મળી આવ્યું તે પહેલા તેની કથિત ચોરી અંગે ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલી શંકાસ્પદ કાર મામલે જૈશ ઉલ હિંદે જવાબદારી સ્વીકારી

TOR નેટવર્ક દ્વારા ટેલિગ્રામ ચેનલ

રિપોર્ટ પ્રમાણે TOR નેટવર્ક દ્વારા ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવી હતી જેનો ઉપયોગ ડાર્ક વેબના વપરાશ માટે કરવામાં આવે છે. જે સિમ કાર્ડ વડે આ કરવામાં આવેલું તેનું લોકેશન તિહાડ જેલનું આવી રહ્યું છે. ડાર્ક વેબ ઈન્ટરનેટનો એક એવો હિસ્સો છે જેને ફક્ત TOR જેવા અનામી નેટવર્કના માધ્યમથી એક્સેસ કરી શકાય છે અને પરંપરાગત સર્ચ એન્જિન પરથી નથી કરી શકાતું.

ટેલિગ્રામ ચેનલમાં 27 ફેબ્રુઆરીની રાતે મેસેજ મોકલવામાં આવ્યો

રિપોર્ટ પ્રમાણે 26 ફેબ્રુઆરીએ બપોરે 3:20 કલાકે ચેનલ બનાવવામાં આવી હતી. એન્ટિલિયા બહાર વિસ્ફોટકો ભરેલી એસયુવીની જવાબદારી લેતો મેસેજ આ ટેલિગ્રામ ચેનલમાં 27 ફેબ્રુઆરીની રાતે મોકલવામાં આવ્યો હતો. 28મી ફેબ્રુઆરીએ અન્ય એક ચેનલમાં જૈશ ઉલ હિંદનો તેમાં કોઈ હાથ ન હોવાનો દાવો કરતો મેસેજ મોકલવામાં આવ્યો હતો. સાથે જ તે મેસેજ પણ જૈશ ઉલ હિંદ દ્વારા ન મોકલાયો હોવાનું કહેવામાં આવ્યું હતું. પોલીસને આ મેસેજ દેશની બહારથી મોકલવામાં આવ્યો હોવાની શંકા છે. જો કે હજુ સુધી તેનું લોકેશન ટ્રેસ નથી થઈ શક્યું.

આ પણ વાંચો :મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટક ભરેલી ગાડી મળી આવી

Last Updated : Mar 11, 2021, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details