- તેલંગાણાના સાંગારેડ્ડી જિલ્લામાં સરવે અને જમીન રેકોર્ડના સહાય નિર્દેશક મધુસુદનના ઘરે દરોડા
- એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)ના અધિકારીઓએ સાંગારેડ્ડી જિલ્લામાં નિર્દેશક મધુસુદનના ઘરે દરોડા પાડ્યા
- ACBએ આ ભ્રષ્ટ અધિકારીના 2 ઘરમાં દરોડા પાડી રોકડ સહિત સોનાના ઘરેણા અને મિલકતના દસ્તાવેજો જપ્ત કર્યા
તેલંગાણાઃ એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)ના અધિકારીઓએ સાંગારેડ્ડી જિલ્લામાં સરવે અને જમીન રેકોર્ડના સહાયક નિર્દેશક મધુસુદનના ઘર પર દરોડા પાડ્યા હતા, જે સોમવારે લાંચ લેતા પકડાયા હતા. ACBના અધિકારીઓએ મેડચલ મલ્કાજિગિરી જિલ્લાના ઉપ્પલના આદર્શનગરમાં તેના બે ઘરો પર દરોડા પાડ્યા હતા. અહીંથી અધિકારીઓએ 1.03 કરોડ રૂપિયા, 314.770 ગ્રામ વજનના સોનાના ઘરેણાં અને 95.55 લાખ રૂપિયાની મિલકતના દસ્તાવેજો જપ્ત કર્યા હતા.
આ પણ વાંચો-બેન્કો સાથે 114 કરોડની છેતરપિંડી કરવા મામલે નડિયાદની કંપનીમાં CBIના દરોડા
ભ્રષ્ટ અધિકારીઓ 20,000 રૂપિયાની લાંચ માગી હતી