મણિપુર : ઇમ્ફાલમાં 3 મેના રોજ શરૂ થયેલી બે સમુદાયો વચ્ચેની હિંસા હજુ પણ ચાલુ છે. સત્તાવાર મળતી માહિતી અનુસાર સશસ્ત્ર ટોળાએ બિષ્ણુપુર જિલ્લાની સરહદે આવેલા ચુરાચંદપુર જિલ્લાના તોરબુંગ બજાર વિસ્તારમાં ભારે હિંસા કરી હતી. આંદોલનકારીઓએ ઓછામાં ઓછા 10 ખાલી મકાનોને આગ ચાંપી દીધી છે. ઉપરાંત એક શાળાને સળગાવી દીધી છે. પોલીસે આ અંગે જાણકારી આપી હતી.
મહિલાઓ બની ઢાલ : મણિપુર પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે સાંજે હુમલા દરમિયાન અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. માનવ ઢાલ તરીકે સેંકડો મહિલાઓની આગેવાની હેઠળના ટોળાએ કથિત રૂપે આ હુમલો કર્યો હતો. એક સ્થાનિક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, મહિલાઓના નેતૃત્વમાં ટોળાએ ટોરબંગ બજારમાં ચિલ્ડ્રન્સ ટ્રેઝર હાઈસ્કૂલને આગ ચાંપી દીધી હતી.
BSF નું વાહન છીનવ્યું : સ્થાનિક વ્યક્તિએ વધુમાં કહ્યું કે, જ્યારે અમે હુમલાખોરોને આવતા જોયા ત્યારે અમે બધા ગભરાઈ ગયા હતા. આ હુમલાનો પ્રત્યુતર આપતા અને અચકાયા હતા. કારણ કે, આ ટોળાનું નેતૃત્વ સેંકડો મહિલાઓ કરી રહી હતી. ગુસ્સે ભરાયેલા ટોળાએ બીએસએફનું વાહન છીનવી લીધું અને અમારા ઘરોને આગ લગાડી દીધી હતી. પછી તેઓને લાગ્યું કે, આ ટોળાને રોકવું જરુરી છે. પાછળથી ટોળાએ બીએસએફનું એક કેસ્પર વાહન પણ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ વિસ્તારમાં તૈનાત ફોર્સ અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે હુમલાખોરોનો આ પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યો હતો.
હિંસાનું કારણ :મણિપુરમાં ત્રીજી જુલાઈથી હિંસા ચાલી રહી છે. અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોના મોત થયા છે. 50 હજારથી વધુ લોકો કેમ્પમાં રહેવા મજબૂર છે. કુકી સમુદાય મૈતેઇ સમુદાયને આદિજાતિનો દરજ્જો આપવાનો વિરોધ કરી રહ્યો છે. આ આદેશ મણિપુર હાઈકોર્ટે આપ્યો છે. નાગા અને કુકી નથી ઈચ્છતા કે મૈતેઇને એસટીનો દરજ્જો આપવામાં આવે. કુકી સમાજે 3 મેના રોજ રેલી કાઢીને વિરોધ કર્યો હતો. તેમની રેલી પર હુમલો થયો અને તે પછી શરૂ થયેલી હિંસા આજ સુધી ચાલુ છે.
- Delhi Traffic Police: કોરિયન નાગરિક પાસેથી ચલણના નામે 5000 રૂપિયા વસૂલવા બદલ ટ્રાફિક પોલીસકર્મી સસ્પેન્ડ
- રાજકોટમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ રૂપિયા 1 હજારની લાંચ લેતા પકડાયો