ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને વિરોધ પક્ષોની બેઠકમાં ભાગ નહીં લે 'આપ' - Presidential Election 2022

રાષ્ટ્રપતિની ચૂંટણીને (Presidential Election 2022) લઈને વિરોધ પક્ષોની બેઠકમાં AAP ભાગ લેશે નહીં. રાષ્ટ્રપતિની ચૂંટણીના મુદ્દે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિરોધ પક્ષોની આ બેઠક બોલાવી છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને વિરોધ પક્ષોની બેઠકમાં ભાગ નહીં લે 'આપ'
રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને વિરોધ પક્ષોની બેઠકમાં ભાગ નહીં લે 'આપ'

By

Published : Jun 15, 2022, 10:09 AM IST

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિની ચૂંટણીને (Presidential Election 2022) લઈને આજે યોજાનારી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં આમ આદમી પાર્ટી ભાગ નહીં લેય. રાષ્ટ્રપતિની ચૂંટણીના મુદ્દે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ વિરોધ પક્ષોની આ બેઠક બોલાવી છે. AAP સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર થયા બાદ જ આ મુદ્દા પર વિચાર કરશે.

આ પણ વાંચો:રાષ્ટ્રપતિની ચૂંટણી 2022 સંબંધિત 'દીદી' ની બેઠકમાં હાજરી નહીં આપે ઉદ્ધવ ઠાકર

22 વિપક્ષી દળો ભાગ લે તેવી શક્યતા :વિપક્ષી પાર્ટીઓ તરફથી રાષ્ટ્રપતિ પદ માટે કોણ ઉમેદવાર હશે તે માટે બેઠક બોલાવવામાં આવી છે. આમાં 22 વિપક્ષી દળો ભાગ લે તેવી શક્યતા છે. આ બેઠકમાં કોંગ્રેસ અને ટીએમસી પણ ભાગ લેશે. જોકે, ગયા અઠવાડિયે બેઠક બોલાવવાને લઈને બંને પક્ષો વચ્ચે મતભેદો સર્જાયા હતા. તે મતભેદો હવે ઉકેલાઈ ગયા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. એનસીપી સુપ્રીમો શરદ પવારે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર હોવાનો ઇનકાર કર્યો છે.

આ પણ વાંચો:રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા તમામ પક્ષોએ આ અગત્યની પરીક્ષા માંથી થવું પડશે પસા

ABOUT THE AUTHOR

...view details