- મધ્યપ્રદેશની ડોક્ટર પ્રજ્ઞા ઘરડે ખરેખર કોરોના વોરિયર સાબિત થઈ
- મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર દરરોજ સ્કૂટર પર આવે છે દર્દીઓની સેવા કરવા
- ટ્રેન અને અન્ય વાહન વ્યવહાર બંધ થતા આ ડોક્ટર સ્કૂટર પર હોસ્પિટલ પહોંચે છે
આ પણ વાંચોઃકોરોના કાળમાં ડૉક્ટર્સની માનવતા, સ્ટાફે દિકરાની જેમ વૃદ્ધાની સેવા કરી
ન્યૂઝ ડેસ્કઃ સેવા કરવાનો ઈરાદો હોય તો તેવા વ્યક્તિને કોઈ પણ મુશ્કેલી નડતી નથી. આનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે મધ્યપ્રદેશની મહિલા ડોક્ટર પ્રજ્ઞા ઘરડેએ. આ મહિલા ડોક્ટર થોડા દિવસ માટે મધ્યપ્રદેશના બાલાઘાટમાં પોતાના ઘરે રજાના દિવસોમાં ગઈ હતી. હાલમાં આ મહિલા ડોક્ટર મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલા એક ખાનગી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં સેવા કરી રહી છે. જોકે, મહારાષ્ટ્રમાં કોરોનાના સતત વધતા કેસને ધ્યાનમાં રાખી મહિલા ડોક્ટરે પોતાની રજાઓ રદ કરી સેવા પર પરત ફરવાનો નિર્ણય કર્યો છે.