ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આ તો કેવી પોલીસ કે અઠવાડિયામાં ત્રણ વખત થાય છ બદલી, જાણો ઘટના.. - અઠવાડિયામાં ત્રણ વખત પોલીસ અધિકારીની બદલી

કર્ણાટકમાં પોલીસ અધિકારી (PSI)ની બદલી ચર્ચાનો(Police officer in Karnataka) વિષય બની છે. એક સપ્તાહમાં પીએસઆઈની ત્રણ બદલીઓ થઈ હતી. વધુ રસપ્રદ બાબત એ છે કે તેઓ તેમની બદલી દરમિયાન કોઈપણ વિભાગમાં ફરજમાં જોડાયા નથી.

વાહ શું વાત છે: અઠવાડિયામાં ત્રણ વખત પોલીસ અધિકારીની બદલી
વાહ શું વાત છે: અઠવાડિયામાં ત્રણ વખત પોલીસ અધિકારીની બદલી

By

Published : May 14, 2022, 2:46 PM IST

ચામરાજનગર (કર્ણાટક): તમે પોલીસ અધિકારીઓની બદલીના કિસ્સા સાંભળ્યા(Police officer in Karnataka) જ હશે. આવી વાર્તાઓ ભારતીય સિનેમામાં વારંવાર જોવા મળે છે કે પોલીસ અધિકારી અથવા વહીવટી અધિકારીની વારંવાર (Replacement of Karnataka PSI )બદલી થાય છે. પરંતુ કર્ણાટકના ચામરાજનગરમાં પોલીસ વિભાગે બદલીઓ પર અજાયબી કરી હતી. અહીં એક PSI અધિકારીની એક સપ્તાહમાં ત્રણ જગ્યાએ બદલી થઈ હતી. તેમની વારંવાર બદલી કેમ કરવામાં આવી તે અંગે ઉચ્ચ અધિકારીઓએ મૌન સેવ્યું છે.

એક સપ્તાહમાં ત્રણ જગ્યાએ બદલી - મળતી માહિતી મુજબ, ચામરાજનગર પૂર્વના પોલીસ સ્ટેશનમાં તૈનાત PSI DR રવિકુમારની પ્રથમ બદલી 6 મેના રોજ થઈ હતી. તેમને (Replacement of PSI DR Ravi Kumar)બેગુરુ સ્ટેશન પર પોસ્ટિંગ આપવામાં (Posting at Beguru station)આવ્યું હતું. બીજા જ દિવસે, 7 મેના રોજ, વિભાગે તેના આદેશમાં ફેરફાર કર્યો અને રવિકુમારને બેગુરુ પોલીસ સ્ટેશનમાંથી ગુંડલુપેટ પોલીસ સ્ટેશનની ક્રાઈમ બ્રાન્ચમાં ફરજમાં જોડાવા આદેશ આપ્યો. હજુ ચાર દિવસ જ થયા હતા કે 11 મેના રોજ ફરી એકવાર તેમની ટ્રાન્સફરનો ઓર્ડર આવ્યો.

આ પણ વાંચોઃજમાદાર જુગારકાંડમા પેથાપુર પોલીસ સ્ટેશનના PSIનો ભોગ લેવાયો? 18ની સામૂહિક બદલી

એકપણ પોલીસ સ્ટેશનમાં ફરજ પર જોડાયા નહીં - આ વખતે તેમને ગુંડલુપેટ પોલીસ સ્ટેશનથી વિરાજાપેટ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. વિરાજાપેટ પોલીસ સ્ટેશન કોડાગુ જિલ્લામાં આવેલું છે. સૌથી રસપ્રદ વાત એ છે કે રવિકુમારની એક સપ્તાહમાં ત્રણ જગ્યાએ બદલી થઈ હોવા છતાં સમાચાર લખાય છે ત્યાં સુધી તેઓ એકપણ પોલીસ સ્ટેશનમાં ફરજ પર જોડાયા ન હતા. હાલ પોલીસ વિભાગ ઉપરાંતઅન્ય વિભાગોમાં પણ આ બાબત ચર્ચાનો વિષય બની છે. લોકો એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે ડીઆર રવિકુમારને અઠવાડિયામાં ત્રણ જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યા પછી શું થયું.

આ પણ વાંચોઃGujarat Police News: ગુજરાત પોલીસ બેડામાં બદલીઓનો દોર, 77 PSIની એકસાથે બદલી

અધિકારીઓએ જવાબ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો - તે ડ્યુટીમાં કેમ ન જોડાયો તેનું કારણ પણ લોકો જાણવા માંગે છે. હાલ આ મુદ્દે PSI રવિકુમાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. તે ક્યારે ફરજમાં જોડાશે તે પણ હજુ સ્પષ્ટ નથી. આ સિવાય પોલીસ વિભાગના અધિકારીઓ પણ આ મુદ્દે વાત કરવા માંગતા નથી. જ્યારે ETV Bharat સાથે ઘણા વરિષ્ઠ અધિકારીઓ પાસેથી પ્રતિસાદ માંગ્યો, ત્યારે તેઓએ તેનો જવાબ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details