- રાયબલેરીમાં ગંગાના કિનારે ગોકના સ્મશાન ઘાટ પાસે મૃતદેહ દેખાયા
- સોમવારે પડેલા ધોધમાર વરસાદના કારણે તમામ મૃતદેહ દેખાવા લાગ્યા
- મોટી સંખ્યામાં મૃતદેહો મળતા ઘાટના કિનારે રહેતા લોકોમાં ચકચાર મચી ગઈ
રાયબરેલી (ઉત્તરપ્રદેશ): જિલ્લામાં ગંગાના કિનારે રેતીમાં દબાયેલા મૃતદેહ મળવાની ઘટના સતત ચાલુ છે. કેટલાક દિવસો પહેલા સરેનીના ગેગાસો સ્મશાન ઘાટ પાસે મોટી સંખ્યામાં રેતીમાં દબાયેલા મૃતદેહો મળી આવ્યા હતા. મંગળવારે એક વાર ફરી જિલ્લાના ઉંચાહાર તાલુકાના ગોકના સ્મશાનઘાટ પર ગંગા નદીના કિનારે રેતીમાં દટાયેલા મૃતદેહો મળતા ચકચાર મચી ગયો હતો. મૃતદેહોને રેતીમાં થોડા ઉંડા દાટવામાં આવ્યા હતા. જોકે, થોડા જ વરસાદે પોલ ખોલી નાખી હતી.
આ પણ વાંચોઃરાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે ગંગામાં વહેતી લાશ મુદ્દે યુપી - બિહાર સરકારને ફટકારી નોટીસ
મૃતદેહોને જોતા લોકોમાં ચકચાર મચી