તેંલગણા: ખમ્મમ જિલ્લામાં(Khammam district) એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે. જ્યાં એક વ્યક્તિએ લિફ્ટ માંગી અને બાઈક પર ચડ્યો હતો. લિફ્ટ આપનાર વ્યક્તિની પીઠમાં ઇન્જેક્શન (injecting some poison) મારી દિધુ હતુ. ખમ્મમ જિલ્લાના મુડીગોંડા મંડલ વલ્લભીમાં સોમવારે થયેલી આ હત્યાએ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો હતો.
ભલાઈ કરવી ભારે પડી, લિફ્ટ આપી તો પાછળ બેસનારે ઝેરી ઈન્જેક્શન ભોંકાવ્યું - Khammam district
જમાલ સાહેબની બાઇક મુડીગોંડા મંડલના વલ્લભી પાસે પહોંચી ત્યારે બે શખ્સોએ તેને રોકીને લિફ્ટ માંગી હતી.(Khammam district) જમાલ સાહેબે તેમાંથી એક વ્યક્તિને બાઇક પર લિફ્ટ આપી હતી. થોડે દૂર ગયા બાદ પાછળ બેઠેલા વ્યકિતએ જમાલ સાહેબને ઈન્જેક્શન પીઠના ભાગે માર્યુ હતુ.(A Person killed a biker after asking for a lift by injecting some poison)
ઝેરી ઈન્જેક્શન માર્યુંઃપોલીસ રીપોર્ટ અનુસાર ખમ્મમ જિલ્લાના બોપ્પરમ ગામના શેખ જમાલ સાહેબની મોટી પુત્રીના લગ્ન એપીના જગ્ગયાપેટ મંડળના ગંદરાઈના એક વ્યક્તિ સાથે થયા હતા. જમાલની પત્ની ઇમામબી ત્રણ દિવસથી દીકરી સાથે હતા. જમાલ સોમવારે સવારે બોપ્પરામને ટુ-વ્હીલર પર તેના ઘરે લાવવા માટે નીકળ્યો હતો. જ્યારે તેની બાઇક મુડીગોંડા મંડલના વલ્લભી પાસે પહોંચી ત્યારે બે શખ્સોએ તેને રોકીને લિફ્ટ માંગી હતી. તેઓએ કહ્યું કે, તેમના વાહનમાં પેટ્રોલ સમાપ્ત થઈ ગયું છે, અને જો તેઓ લિફ્ટ આપશે તો તેઓ પેટ્રોલ લઈ આવશે. આથી તે રાજી થઈ ગયો, એક વ્યક્તિને બાઇક પર લિફ્ટ આપી હતી. થોડે દૂર ગયા બાદ પાછળ બેઠેલા વ્યકિતએ જમાલને ઝેરી ઈન્જેક્શન માર્યું હતું. કંઈક ખૂંચ્યું હોય એવું લાગતા તેને બાઈક ધીમી પાડી હતી. પણ ત્યાં સીધુમાં પાછળ બેઠેલી વ્યક્તિ ફરાર થઈ ગઈ હતી.
રસ્તામાં જ મૃત્યુઃ તેણે રસ્તાના કિનારે લોકોને પીવાનું પાણી આપવા કહ્યું હતુ. પાણી પીધા પછી તેણે પત્નીને ફોન કરવા કહ્યું હતુ. પરંતુ તેની પત્નીએ ફોન ઊપાડ્યો ન હતો. જમાલે સ્થાનિક લોકોને માસ્ક પહેરેલા વ્યકિત અને ઈન્જેક્શન વિશે જણાવતાં જ જમાલ બેહોશ થઈ ગયો હતો. સ્થાનિક લોકો તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરોએ જમાલનું રસ્તામાં જ મૃત્યુ થઈ ગયાની પુષ્ટિ કરી હતી.