ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યુવકોનું એક જૂથ લગ્ન સ્થળ પર મળ્યું અને લુડો રમવાના વિવાદમાં યુવકનું ઢીમ ઢાળ્યુ - assam today news

હાલ નાની બાબતમાં પણ થતા ઝઘડા મોટુ સ્વરૂપ ધારણ કરી લે છે. આમ જ લુડોની રમતમાં આસામના લખીમપુર જિલ્લાના એક યુવકની હત્યા (Assam Murder for ludo) કરવામાં આવી હતી. આ ઘટના રવિવારે રાત્રે બની હતી.

યુવકોનું એક જૂથ લગ્ન સ્થળ પર મળ્યું અને લુડો રમવાના વિવાદમાં યુવકનું ઢીમ ઢાળ્યુ
યુવકોનું એક જૂથ લગ્ન સ્થળ પર મળ્યું અને લુડો રમવાના વિવાદમાં યુવકનું ઢીમ ઢાળ્યુ

By

Published : May 16, 2022, 6:26 PM IST

આસામ: લખીમપુર જિલ્લાના મૈદમિયાના રહેવાસી અયુબ અલીના પુત્રના રવિવારે લગ્ન (Assam conflict in marriage) હતા. દિવસના કાર્યક્રમ દરમિયાન યુવકોનું એક જૂથ લગ્ન સ્થળ પર મળ્યું અને લુડો રમવાનું શરૂ કર્યું, પરંતુ રમતની વચ્ચે એક જ ગામના બે યુવકો અફઝત અલી અને ઈશાદ અલી વચ્ચે ઝઘડો થયો હતો.

આ પણ વાંચો:'મને અલ્લાહનો ડર છે, મોદી અને યોગીનો નહીં' ગુજરાતમાં રેલીને સંબોધતા અસદુદ્દીન ઓવૈસીનો હુંકાર

ઇશાદના પિતા વાજિદ અલી બે યુવકો વચ્ચેના ઝઘડા માટે લગ્ન સ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન અફઝત અલીએ ઈશાદ અને તેના પિતાને માર માર્યો હતો. જેના માટે વાજિદ અલીએ લખીમપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી (Fir in Lakhimpur station) હતી. દિવસ બાદ મામલો થાળે પડ્યો હતો, પરંતુ તે જ રાત્રે નવ વાગ્યે અફઝતઅલી નામનો યુવક લગ્નમાં પહોંચી ગયો હતો.

આ પણ વાંચો:નેપાળમાં ગૌતમ બુદ્ધના જન્મસ્થળની મુલાકાતે PM મોદી, દેઉબા સાથે કરી આ ખાસ વાતચીત

અફઝતના દિવસની લડાઈનો બદલો લેવા લગ્નમંડપમાં હાજર ઈશાદ અલી પર ધારદાર છરી વડે ઘા કરવામાં આવ્યા હતા. અફઝતના અકાળે થયેલા હુમલાને કારણે ઈશાદ અલીનું ઘટનાસ્થળે જ મૃત્યુ (Assam Murder for ludo) થયું હતું. બાદમાં ઈશાદના પિતા વાજિદ અલીએ ફરીથી લખીમપુર પોલીસ સ્ટેશનમાં પુત્રની હત્યા વિરુદ્ધ FIR નોંધાવી હતી. ઘટના બાદથી આરોપી અફઝત છુપાયેલો છે, જેને પોલીસ શોધી રહી છે.

ABOUT THE AUTHOR

...view details