ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગાણામાં કેબિનેટની બેઠક 8 જૂને યોજાશે, લૉકડાઉન લંબાવવા અંગે થશે ચર્ચા - તેલંગાણા કેબિનેટ લૉકડાઉન લંબાવશે

કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખે તેલંગાણા રાજ્યમાં લૉકડાઉન કરવામાં આવ્યું હતું. હવે રાજ્યની કેબિનેટની બેઠક 8 જૂને યોજાશે. આ બેઠકમાં લૉકડાઉન લંબાવવા અંગે ચર્ચા થઈ શકે છે.

તેલંગાણામાં કેબિનેટની બેઠક 8 જૂને યોજાશે, લૉકડાઉન લંબાવવા અંગે થશે ચર્ચા
તેલંગાણામાં કેબિનેટની બેઠક 8 જૂને યોજાશે, લૉકડાઉન લંબાવવા અંગે થશે ચર્ચા

By

Published : Jun 7, 2021, 9:51 AM IST

  • તેલંગાણા રાજ્યની કેબિનેટ બેઠક 8 જૂને યોજાશે
  • રાજ્યમાં લૉકડાઉન લંબાવવા અંગે બેઠકમાં થશે ચર્ચા
  • રાજ્યની આર્થિક સ્થિતિ પર ચર્ચા થવાની સંભાવના

તેલંગાણાઃ રાજ્યમાં કોરોનાને કાબૂમાં લાવવા માટે સરકારે લૉકડાઉન લગાવ્યું હતું. ત્યારે 8 જૂને હવે રાજ્યની કેબિનેટની બેઠક યોજાશે, જેમાં કોરોના વાઈરસ, મેડિકલ અને આરોગ્ય, કૃષિ અભિયાનો અને લૉકડાઉનના કારણે રાજ્યની આર્થિક સ્થિતિ જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. હાલમાં રાજ્યમાં 9 જૂન સુધી લૉકડાઉન છે.

આ પણ વાંચો-મિની લોકડાઉનમાં છૂટછાટ આપવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રજૂઆત

રાજ્યમાં 9 જૂન સુધી લૉકડાઉન

તેલંગાણામાં કોરોના વાઈરસ સંક્રમણના પ્રસારને કાબૂમાં લાવવા માટે લૉકડાઉનને લંબાવવા સહિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે 8 જૂને કેબિનેટ બેઠક યોજાશે. એક સત્તાવાર નિવેદનમાં આ અંગે જાણકારી આપવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવની અધ્યક્ષતામાં રાજ્ય સરકારના કેબિનેટની બેઠક 8 જૂને બપોરે 2 વાગ્યે યોજાશે.

આ પણ વાંચો-જામનગરમાં બ્રાસપાર્ટ ઉદ્યોગને કોરોના ગ્રહણ

કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના

આ સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, કેબિનેટની બેઠકમાં કોરોના વાઈરસ, મેડિકલ અને આરોગ્ય, કૃષિ અભિયાનો અને લૉકડાઉનના કારણે આર્થિક સ્થિતિ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.

ABOUT THE AUTHOR

...view details