ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના સામે મહત્તમ સુરક્ષા મેળવવા કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ જરૂરી, અમેરિકન ડોક્ટરનો દાવો - ફાઈઝર-એસ્ટ્રાજેનેકા

અમેરિકાના ટોચના ચેપી રોગોના નિષ્ણાત ડોક્ટર એન્થની ફાઉચીએ (Anthony Fauci) દાવો કર્યો છે કે, કોરોના મહામારી સામે મહત્તમ સુરક્ષા મેળવવા માટે કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ જરૂરી રહેશે. વિશ્વના અનેક દેશોમાં બુસ્ટર ડોઝ આપવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ભારતમાં આની પર ચર્ચા ચાલી રહી છે. હવે પ્રશ્ન એ છે કે, શું ભારતીયોને પણ બુસ્ટર ડોઝની જરૂર પડશે કે અત્યારે 100 ટકા રસીકરણ પછી જ આના પર વિચાર કરાશે?

કોરોના સામે મહત્તમ સુરક્ષા મેળવવા કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ જરૂરી, અમેરિકન ડોક્ટરનો દાવો
કોરોના સામે મહત્તમ સુરક્ષા મેળવવા કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ જરૂરી, અમેરિકન ડોક્ટરનો દાવો

By

Published : Sep 22, 2021, 12:31 PM IST

  • અમેરિકાના ટોચના ચેપી રોગોના નિષ્ણાત ડોક્ટર એન્થની ફાઉચીએ કોરોનાની રસી અંગે કર્યો દાવો
  • કોરોના મહામારી સામે મહત્તમ સુરક્ષા મેળવવા માટે કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ જરૂરી રહેશે
  • વિશ્વના અનેક દેશોમાં બૂસ્ટર ડોઝ આપવાની પ્રક્રિયા પણ શરૂ, પરંતુ ભારતમાં આની પર ચર્ચા ચાલી રહી છે

હૈદરાબાદઃઈઝરાયલમાં 12 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. ઈઝરાયલે પોતાના રિસર્ચમાં જાણ્યું કે, બુસ્ટર ડોઝથી ઈન્ફેક્શનનું જોખમ 11 ગણું ઓછું થઈ જાય છે. અમેરિકામાં પણ 65 વર્ષ અને તેનાથી વધુ વયના નાગરિકોને બુસ્ટર ડોઝ લગાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. તો બ્રિટનમાં આરોગ્યકર્મી સ્ટાફને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. સંયુક્ત અરબ અમિરાત, રશિયા, ફ્રાન્સ, જર્મની અને ઈટલીમાં આની શરૂઆત થઈ ગઈ છે. ફાઈઝર ઈન્ક અને બાયોએનટેક એસઈના રિસર્ચમાં એ સામે આવ્યું છે કે, રસીની પ્રતિકાર ક્ષમતા 2 મહિના પછી 6 ટકા ઓછી થાય છે. આ માટે બુસ્ટર ડોઝની જરૂર પડશે.

ફેક્ટઃ એન્ટિબોડી જે ઝડપથી બને છે. તેટલી જ ઘટે પણ છે

આ પહેલા પણ ધ લૈંસેન્ટમાં પ્રકાશિત રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ફાઈઝર-એસ્ટ્રાઝેનેકાના 2 ડોઝ પછી એન્ટિબોડી જે ઝડપથી વધે છે. 2થી 3 અઠવાડિયા પછી તેટલી જ ઝડપથી ઘટે પણ છે. ફાઈઝર અને એસ્ટ્રાઝેનેકા રસીના બંને ડોઝ લગાવ્યાના 6 સપ્તાહ પછી શરીરથી એન્ટિબોડીનું લેવલ ઘટવા લાગે છે. 10 સપ્તાહમાં 50 ટકાથી વધુ ઓછી થઈ જાય છે. કોરોના વાઈરસ સામે તમામ ભારતીય રસી અસરકારક છે. કોવિશિલ્ડની અસરકારકતા દર 70 ટકા છે. કોવેક્સિન 78 ટકા અસરકારક છે. જ્યારે સ્પૂતનિક વી 91.6 ટકા અને મોડર્ના 90 ટકા અસરકારક રહી છે.

આ પણ વાંચો-વેક્સિનેશન મેગા ડ્રાઈવઃ રાજ્યમાં એક દિવસમાં રેકોર્ડ બ્રેક 22.50 લાખ લોકોએ મેળવી રસી

અત્યારે 100 ટકા રસીકરણ પર ભારઃભારતમાં રસીના બુસ્ટર ડોઝને લઈને સમર્થન અને વિરોધની ચર્ચા થઈ રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.)ના મતે, સામાન્ય વસતીને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવાની જરૂર નથી. પ્રતિષ્ઠિત જર્નલ 'ધ લૈંસેટ'માં વૈજ્ઞાનિકોના એક આંતરરાષ્ટ્રીય સમૂહે પણ જણાવ્યું હતું કે, વડીલ અને નબળી ઈમ્યુન સિસ્ટમવાળા લોકોને બુસ્ટર ડોઝ ત્યારે આપવામાં આવે, જ્યારે સંપૂરણ વસતીનું પહેલા ડોઝનું રસીકરણ પૂર્ણ થઈ જાય. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈમ્યુનોલોજી (NII)ના સત્યજિત રથે વધુમાં ઉમેર્યું હતું કે, અત્યારે ભારતમાં ત્રીજો ડોઝ નૈતિક રીતે સમયથી બહુ પહેલાની યોજના છે.

બુસ્ટરની જરૂર અંગે ડેટા શું કહે છે?:ફાઈઝર ઈન્ક અને બાયોએનટેક એસઈએ 30,000 લોકોના ક્લિનિકલ પરિક્ષણ પછી ડેટા જાહેર કર્યા છે. રિપોર્ટ્સ અનુસાર, કરોના સામે ફાઈઝર અને બાયોએનટેકના બે ડોઝ 90 ટકા સુધી અસરકારક છે, પરંતુ આની અસરકારક ક્ષમતા દર 2 મહિનામાં લગભગ 6 ટકા ઓછી થઈ જાય છે. ફાઈઝરનો દાવો છે કે, બુસ્ટર ડોઝથી મૂળ રસીકરણથી શરીરમાં બનેલી એન્ટિબોડીના ઘટતા સ્તરને વધારે છે. ઈઝરાયલના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ત્યાં 60 વર્ષ અને તેનાથી વધુની વયના 1.1 મિલિયનથી વધુ લોકોને ફાઈઝરનો બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો, જેનાથી સંક્રમણ અને કોરોનાથી થનારી ગંભીર બીમારીમાં ઘટાડો આવ્યો છે. તેની સ્ટડીમાં એ પણ સામે આવ્યું હતું કે, બૂસ્ટર ડોઝ રસીની અસરને 95 ટકા સુધી પુનઃસ્થાપિત કરી શકે છે.

આ પણ વાંચો-કોરોના રસી: ભારતને ટૂંક સમયમાં મળશે સિંગલ ડોઝ રસી

બુસ્ટર ડોઝ શું હોય છે?:ભારતમાં લોકોને 2 ડોઝવાળી કોરોનાની રસી આપવામાં આવી રહી છે. કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પૂતનિક વીના બંને ડોઝ આપવામાં આવી રહ્યા છે. પહેલા 2 ડોઝને પ્રાઈમ ડોઝ બતાવવામાં આવી રહ્યા છે. જો ત્યારબાદ ત્રીજો ડોઝ આપવામાં આવ્યો તો તેને બુસ્ટર ડોઝ માનવામાં આવશે. શરીરમાં એન્ટિબોડી નબળી ન પડે. આ માટે બુસ્ટર ડોઝ લગાવવામાં આવે છે. બુસ્ટર ડોઝ ઈમ્યુન સિસ્ટમને સચેત કરે છે, જેનાથી શરીરમાં પહેલાથી જ સુરક્ષિત એન્ટીબોડી વધી જાય છે.

ભારતમાં આવતા વર્ષે નિર્ણય, અત્યારે ડેટા જ નથીઃદેશમાં 21 સપ્ટેમ્બર સુધી 82 કરોડ 38 લાખ 88 હજાર 809 ડોઝ લગાવવામાં આવ્યા છે. 61 કરોડ 36 લાખ 33 હજાર 666 લોકોને પહેલો તો 21 કરોડ 2 લાખ 55 હજાર 143 લોકોને રસીનો બીજો ડોઝ મળ્યો છે. સરકારનું લક્ષ્ય ડિસેમ્બર સુધી 100 ટકા રસીકરણ કરવાનું છે. ત્યારબાદ જ દેશમાં બુસ્ટર ડોઝ લાવવા અંગે નિર્ણય કરાશે. બુસ્ટર ડોઝને લઈને પૂછવામાં આવેલા પ્રશ્ન અંગે એઈમ્સ ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, ભારતમાં આવતા વર્ષની શરૂઆત સુધી આ અંગે વધુ માહિતી મળી શકશે. તેમનું કહેવું છે કે, સરકાર અને ICMR પાસે વધુ ઉંમરવાળા અને હાઈરિસ્કવાળાના સંબંધમાં પણ આંકડા નથી, જેનાથી નક્કી કરી શકાય કે, બુસ્ટર ડોઝની જરૂર છે કે નહીં.

બુસ્ટર ડોઝ કે હર્ડ ઈમ્યુનિટીની રાહ!:માર્ચમાં AIIMSના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, રસી લેવા છતાં એક વર્ષ સુધી જ કોરોનાથી સુરક્ષા મળી શકે છે. દિલ્હી મેડિકલ એસોસિએશનના સચિવ ડો. અજય ગંભીરે જણાવ્યું હતું કે, રસી લગાવ્યા પછી એન્ટિબોડી શરીરમાં 6 મહિના સુધી રહે છે. જો તે દરમિયાન કોરોના વાઈરસ ફરીથી ફેલાય તો રસી લેનારો વ્યક્તિ પણ ઈન્જેક્શનનો શિકાર થશે. જેને 'સબક્લિનિકલ ઈન્ફેક્શન' કહેવાય છે. આનું કોઈ નુકસાન નહીં થાય, પરંતુ તેનો ફાયદો થશે. આ પ્રાકૃતિક રીતે આપણી ઈમ્યુનિટીને વધારશે. 80 કે 90 ટકા લોકો કાં તો રસી લઈ લેશે કાં તો ફરી કોરોના સંક્રમિત થઈ જશે તો હર્ડ ઈમ્યુનિટી આવશે. ત્યારબાદ વાઈરસના ઈન્ફેક્શનની ચેન રિએક્શન થંભી જશે.

અત્યારે ભારતમાં કોરોનાની રસીના બુસ્ટર ડોઝની ભલામણ કોઈ સંસ્થાએ નથી કરી, પરંતુ એવું માનવામાં આવે છે કે, મોટા ભાગની વસતીના રસીકરણ પછી આ તેવા લોકોને આપવામાં આવશે, જેમની ઉંમર વધુ છે અને ઈમ્યુનિટી નબળી છે.

ABOUT THE AUTHOR

...view details