ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહારના ખગરિયામાં પ્રવાસીઓથી ભરેલી બોટ ગંગા નદીમાં પલટી

ખગરિયાના નયાગાંવ પાસે ગંગા નદીમાં અંદાજીત 40 લોકોથી ભરેલી બોટ  ગંગા નદીમાં(River ganga) પલટી ગઈ હતી. દુર્ઘટનામાં(tragedy of Khagaria) ઘણા લોકો ગુમ પણ થયા હોવાના સમાચાર છે. આ  દુર્ઘટનામાં  અત્યાર સુધીમાં બે મૃતદેહ મળી આવ્યા છે.જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે.

બિહારના ખગરિયામાં પ્રવાસીઓથી ભરેલી બોટ ગંગા નદીમાં પલટી
બિહારના ખગરિયામાં પ્રવાસીઓથી ભરેલી બોટ ગંગા નદીમાં પલટી

By

Published : Nov 17, 2021, 9:37 AM IST

  • બિહારના ખગરિયા વટેમાર્ગુથી ભરેલી બોટ ગંગા નદીમાં પલટી
  • બોટ અંદાજીત 40 લોકોથી વધારે પ્રવાસીઓ હતા
  • નદીમાંથી બે લોકોના મૃતદેહ મળી આવ્યા

બિહારઃ બિહારના ખગરિયા(Khagaria of Bihar) જિલ્લામાં મોટી બોટમાં દુર્ઘટના ધટી છે. ખગરિયામાં લગભગ 30 થી 40 લોકોથી ભરેલી એક હોડી ગંગા નદીમાં પલટી મારી( Khagaria boat capsized in the river Ganga) ગઈ છે. અકસ્માતગ્રસ્ત સ્થાનિક લોકોની મદદથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા તો કેટલાક લોકો તરીને નદીમાંથી બહાર આવ્યા છે. નદીમાંથી બે લોકોના મૃતદેહ(Khagaria Corpses from the river) મળી આવ્યા છે, જ્યારે હજી કેટલાક લોકો લાપતા છે.

સ્થાનિક લોકોએ બે મૃતદેહ બહાર કાઢ્યા

આ અકસ્માત પરબતા પોલીસ સ્ટેશન(Mountain Police Station) વિસ્તારના નયાગાંવ પાસે થયો હતો. ગુમ થયેલા લોકોને શોધવા માટે સ્થાનિક લોકોએ બે મૃતદેહ બહાર કાઢ્યાને અન્યની શોધ ચાલુ છે. કહેવાય છે કે બોટમાં સવાર લોકો દિયારા વિસ્તારમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.

બોટમાં સવાર મોટાભાગના મજૂરો હતા

મળતી માહિતી અનુસાર, બોટમાં સવાર મોટાભાગના મજૂરો હતા. અકસ્માત બાદ ડીએમ, એસડીએમ, ડીએસપી, પૂર્વપ્રધાન આરએન સિંહ સહિત એનડીઆરએફની ટીમ હાજર છે. ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે. બહાર કાઢવામાં આવેલા લોકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ઓખાના મધદરિયે બોટમાં લાગી આગ, કોસ્ટ ગાર્ડના જવાનોએ 7 માછીમારોને બચાવ્યા

આ પણ વાંચોઃ અંગ્રેજોના જમાનાની વ્યવસ્થા ખતમ: હવે 24 કલાક થશે પોસ્ટમોર્ટમ, મનસુખ માંડવિયાએ આપી માહિતી

ABOUT THE AUTHOR

...view details