ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બદલો લેવા માટે ટિલ્લૂ ગેંગ પર હુમલાનું મોટું ષડયંત્ર, ગોગી ગેંગના 4 શૂટરોની ધરપકડ - જીતેન્દ્ર ગોગી

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ (Delhi police special cell) દ્વારા પકડાયેલા ગોગી ગેંગ (Gogi Gang)ના શૂટરોએ ખુલાસો કર્યો છે કે જિતેન્દ્ર ગોગીની હત્યાના કેસ (Jitendra Gogi Murder Case)માં તેનો બદલો લેવા માટે શૂટર મોટું ષડયંત્ર રચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્પેશિયલ સેલે ગોગીના 4 શૂટરોની ધરપકડ કરી છે.

બદલો લેવા માટે ટિલ્લૂ ગેંગ પર હુમલાનું મોટું ષડયંત્ર, ગોગી ગેંગના 4 શૂટરોની ધરપકડ
બદલો લેવા માટે ટિલ્લૂ ગેંગ પર હુમલાનું મોટું ષડયંત્ર, ગોગી ગેંગના 4 શૂટરોની ધરપકડ

By

Published : Oct 3, 2021, 7:59 PM IST

  • ગોગી ગેંગના 4 શૂટરોની ધરપકડ કરવામાં આવી
  • બદલો લેવા માટે ટિલ્લૂ ગેંગ પર હુમલો કરવાનું ષડયંત્ર
  • બંને ગેંગ વચ્ચે અત્યાર સુધી થઈ ચૂકી છે 24 જેટલી હત્યાઓ

નવી દિલ્હી: રોહિણી કોર્ટમાં કુખ્યાત જીતેન્દ્ર ગોગીની હત્યાના કેસ (Jitendra Gogi Murder Case)માં તેનો બદલો લેવા શૂટરો મોટું ષડયંત્ર રચી રહ્યા છે. આ ખુલાસો દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ (Delhi Police Special Cell) દ્વારા પકડાયેલા ગોગી ગેંગના શૂટરોએ કર્યો છે. સ્પેશિયલ સેલે ગોગીના 4 શૂટરોની ધરપકડ કરી છે જે ટિલ્લૂ તેમજ તેના સાથીઓ પર હુમલાનું મોટું ષડયંત્ર રચી રહ્યા હતા. પોલીસે તેમની પાસેથી ઘણા હથિયારો પણ ઝડપ્યા છે.

24 સપ્ટેમ્બરના જીતેન્દ્ર ગોગીની હત્યા

જાણકારી પ્રમાણે એક દાયકાથી ટિલ્લૂ અને જીતેન્દ્ર ગોગી ગેંગની વચ્ચે દુશ્મનાવટ ચાલી રહી છે. આ દુશ્મનાવટમાં અત્યાર સુધી 24થી વધારે હત્યાઓને અંજામ આપવામાં આવી ચૂક્યો છે. ગત 24 સપ્ટેમ્બરના રોહિણી કોર્ટમાં ટિલ્લૂના સાથીઓએ કોર્ટમાં હાજર થવા દરમિયાન જીતેન્દ્ર ગોગીની હત્યા કરી દીધી હતી. આ હત્યાકાંડ દરમિયાન બંને હુમલાખોરો પણ ઘટનાસ્થળે માર્યા ગયા હતા. ત્યારબાદથી જ એ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંને ગેંગ પરસ્પર મોટા સ્તર પર ઘર્ષણ કરી શકે છે. આ દરમિયાન અનેક હત્યાઓને અંજામ આપવામાં આવી શકે છે. આને લઇને જ્યાં એક તરફ જેલ વહીવટીતંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે તો બીજી બાજુ સ્પેશિયલ સેલ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ બંને ગેંગના બદમાશોને લઇને તપાસ કરી રહી હતી.

4 શૂટરો મોટું કાવતરું ઘડી રહ્યા હતા

તાજેતરમાં જ સ્પેશિયલ સેલની ટીમને માહિતી મળી હતી કે, ગોગી ગેંગના શૂટર્સ આ હત્યાકાંડનો બદલો લેવાની તક શોધી રહ્યા છે. તે જેલમાં બંધ સુનિલ માન ઉર્ફે ટિલ્લુ અને તેની ગેંગ સાથે સંકળાયેલા લોકોને મારી શકે છે. સ્પેશિયલ સેલની ટીમ આ માહિતીની તપાસ કરી રહી હતી. તેમને ખબર પડી કે આવા 4 શૂટરો આ ઘટના માટે મોટું કાવતરું ઘડી રહ્યા છે. આ ઇનપુટ પર દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે, જેનો ઉપયોગ હુમલામાં થવાનો હતો. સમગ્ર કાવતરા અંગે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

જીતેન્દ્ર ગોગીની હત્યાનો બદલો લેવા માટે તક શોધી રહ્યા હતા

પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોલીસને જણાવ્યું કે, જે રીતે તેમની ગેંગના ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીની હત્યા કરવામાં આવી, તેનો બદલો લેવા માટે તેઓ તક શોધી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, ગોગીની હત્યાનો બદલો લેવા માટે તેની ગેંગના સભ્ય ટિલ્લૂ અને તેના સાથીઓને આવનારા સમયમાં નહીં છોડીએ.

આ પણ વાંચો: રોહિણી કોર્ટમાં થયું ફાયરિંગ, ગેંગસ્ટર ગોગી સહિત ત્રણના મોત

આ પણ વાંચો: રોહિણી કોર્ટ ગોળીબારમાં માર્યા ગયેલા કેદી જીતેન્દ્ર ગોગીના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો : જાણો શું આવ્યો રિપોર્ટ

ABOUT THE AUTHOR

...view details