- 'રાગના રાજા' સંગીતકાર કરતાર સિંહ
- 93 વર્ષે પણ સંગીતની કરે છે સાધના
- અનેક પુરસ્કાર મેળવી ચુક્યા છે કરતાર સિંહ
પંજાબ: પદ્મશ્રીથી સન્માનિત 93 વર્ષના કરતાર સિંહ છેલ્લા 60 વર્ષોથી ગુરમત સંગીત એટલે કે પવિત્ર ભજન રજૂ કરે છે. તેઓને ટેગોર રતન પુરસ્કાર, ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર સહિતના અનેક પુરસ્કાર મળ્યા છે. 93 વર્ષે પણ તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. ઉંમરના કારણે થતી તકલીફો સામે તેઓ જુક્યા નથી આજે પણ જ્યારે તેઓ રાગ છેડે છે તો સાંભળનાર મંત્રમુગ્ધ થઇ જાય છે. ETV Bharat સાથેની વાતચીતમાં કરતાર સિંહે જણાવ્યું હતું કે, "ગામમાં રહેતા લોકો સંગીતથી અજાણ હતાં પણ ભગવાનની કૃપાથી મેં સંગીતની દુનિયામાં પોતાના પગ જમાવ્યા. મેં 26થી 27 વર્ષ ગુરુનાનક ગર્લ્સ કોલેજમાં ભણાવ્યું છે. મેં સંગીત પણ શીખવ્યું છે. મેં વિદ્યાર્થી તરીકે ગુરુવાણી શીખી હતી."
સંગીત પર લખ્યા છે 5 પુસ્તકો
પ્રધાનાચાર્યએ ભારતીય સંગીત પર 5 પુસ્તક લખ્યા છે, જેની અનેક આવૃતિઓમાંથી અત્યાર સુધીમાં 42,000થી વધારે પુસ્તકો વેચાઇ ચુક્યા છે. પ્રિન્સીપલ કરતાર સિંહના ઘરનો એક રૂમ સન્માનપત્ર, પુરસ્કાર અને પ્રમાણપત્રોથી ભરલો છે. પોતાના પુસ્તકો અંગે કરતાર સિંહે ETV Bharatને જણાવ્યું હતું કે, " સંગત નામની પુસ્તક એટલી પ્રખ્યાત થયું કે અત્યાર સુધીમાં તેની 7 આવૃતિ પ્રકાશિત થઇ ચુકી છે. મને 2009માં નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના હસ્તે અકાદમી પુરસ્કાર મળ્યો છે. તે સમયે હું પંજાબનો એક માત્ર વ્યક્તિ હતો જેને રાષ્ટ્રપતિના હાથે સન્માન મળ્યું હોય."
વધુ વાંચો:વીંઝીને વગાડી શકાય છે આ અનોખી વાંસળી