ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આંધ્રપ્રદેશમાં માર્ગ અકસ્માત: ટેમ્પો અને લૉરી વચ્ચે થયેલી ટક્કરમાં 8ના મોત, 6 ઈજાગ્રસ્ત

આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લા ટેમ્પો અને લૉરી વચ્ચે ટક્કર થઈ હતી. આ ભયાનક માર્ગ અકસ્માતમાં 8 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થતાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

accident
accident

By

Published : Mar 28, 2021, 11:31 AM IST

  • આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત
  • ટેમ્પો અને લૉરી વચ્ચે થયેલી ટક્કરમાં 8ના મોત, 6 ઈજાગ્રસ્ત
  • સમગ્ર ઘટના અંગે પોલીસ કરી રહી છે તપાસ

આંધ્રપ્રદેશ: નેલ્લોર જિલ્લામાંથી એક ભયાનક માર્ગ અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના દમરામાદુગુ ગામ નજીક રવિવારે વહેલી સવારે ટેમ્પો અને લૉરી વચ્ચેની ટક્કરમાં આઠ લોકોનાં મોત થયાં હતાં. જ્યારે અકસ્માતમાં છ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: કપરાડાના કાકડકોપર ગામે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 1નું ઘટના સ્થળે મોત

ટેમ્પો અને લૉરી વચ્ચે થયેલી ટક્કરમાં 8ના મોત, 6 ઈજાગ્રસ્ત

મળતી માહિતી મુજબ, બુચિરદીપલેમ મંડળના દમરમાદુગુ ખાતે હાઇવે પર આ બનાવ બન્યો હતો. ટેમ્પો અને લૉરીમાં વચ્ચે ટક્કર થઈ હતી. પ્રાપ્ત થતી વિગતો મુજબ, ટેમ્પોમાં તમિલનાડુના 15 લોકો હતા, જે શ્રીશૈલમની યાત્રા માટે નેલ્લોર જઈ રહ્યા હતા. પોલીસ સમગ્ર ઘટના અંગેની તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: આંધ્રપ્રદેશમાં વેન અને રિક્ષા વચ્ચે અકસ્માત, 6ના મોત

હાઇ સ્પીડ વેનએ રિક્ષાને ટક્કર મારી હતી

આ પહેલા આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના ગોલાપલ્લીમાં એક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં હાઇ સ્પીડ વેને રિક્ષાને ટક્કર મારી હતી. ઈજાગ્રસ્તોને વિજયવાડાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યા તેઓનો ઈલાજ ચાલી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details