ગુજરાત

gujarat

ETV Bharat / bharat

75 Years of Independence: કેરળમાં ઉલિયાથ કદવુ-પય્યાનુરની ઘટનાએ હચમચાવી નાખ્યા હતા અંગ્રેજ શાસનના પાયા

કેરળમાં અંગ્રેજો સામે મીઠાના સત્યાગ્રહ (Dandi March By Gandhiji)ની શરૂઆત પય્યાનુરના ઉલિયાથુ કદવુ (payyanur salt satyagraha)થી થઈ હતી. 12 માર્ચ, 1930ના રોજ ગાંધીજી દ્વારા શરૂ કરાયેલા મીઠાના સત્યાગ્રહ (salt satyagraha by gandhiji)નું ભારતીયોએ સ્વાગત કર્યુ. તો ચાલો સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસની મહત્વની ઉલિયાથ કદવુ-પય્યાનુરની ઘટના વિશે જાણીએ.

75 Years of Independence
75 Years of Independence

By

Published : Jan 8, 2022, 6:32 AM IST

હૈદરાબાદ: દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ (75 Years of Independence) થવા પર આ વર્ષે અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. દેશભરમાં બહાદુર શહીદોની યાદમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહાત્મા ગાંધીની સાથે સાથે દેશને આઝાદી અપાવવામાં કેરળના યોગદાન (kerala's contribution towards indian independence)ને ભૂલી શકાય તેમ નથી.

ભારતની આઝાદીમાં કેરળનું યોગદાન

મહાત્મા ગાંધીનું નિવેદન શબ્દશ: સાચું પડ્યું

ઉલ્લેખનીય છે કે, મહાત્મા ગાંધીએ એપ્રિલ 1930માં દાંડી બીચ (mahatma gandhi dandi yatra) પર કહ્યું હતું કે, આ મુઠ્ઠીભર મીઠાથી હું બ્રિટિશ સામ્રાજ્ય (british empire in india)નો પાયો હલાવીશ. કેરળ આ સંદેશાથી કેવી રીતે અસ્પૃશ્ય રહી શકે? તેમનું નિવેદન શબ્દશ: સાચું પડ્યું. સવિનય અસહકાર આંદોલન (civil disobedience movement in india)ના ભાગરૂપે, 12 માર્ચ, 1930ના રોજ ગાંધીજી દ્વારા શરૂ કરાયેલા મીઠાના સત્યાગ્રહનું ભારતીયોએ સ્વાગત કર્યું.

કોણે કર્યું હતું આંદોલનનું નેતૃત્વ?

સ્વાતંત્ર્ય સેનાની વીપી અપ્પુકુટ્ટા પોડુવાલ (freedom fighter vp appukutta poduval) જણાવે છે કે, કેરળમાં અંગ્રેજો સામે મીઠાના સત્યાગ્રહની શરૂઆત પય્યાનુરના ઉલિયાથુ કદવુથી થઈ હતી. અહીં આંદોલનનું નેતૃત્વ કે. કેલપ્પન, મોયારથ શંકર મેનન અને સીએચ ગોવિંદન નામ્બિયારએ કર્યું હતું. 9 માર્ચ, 1930ના રોજ વડકારામાં યોજાયેલી KPCCની બેઠકે આને મંજૂરી આપી હતી. કોઝિકોડથી શરૂ થયેલા 32 સભ્યોની રેલીના નેતા કે. કેલપ્પન હતા, જ્યારે કેપ્ટન કેટી કુંજીરમન નામ્બિયાર હતા.

આ પણ વાંચો:75 Years of Independence: .....અને અંગ્રેજ કલેક્ટરની છાતીમાં 3 ગોળીઓ ધરબી દીધી

ઉલિયાથ કદવુથી મીઠાના કાયદાનો ભંગ કરવામાં આવ્યો

અપ્પુકુટ્ટા પોડુવાલે કહ્યું કે, 13 એપ્રિલ 1930ના રોજ કૃષ્ણા પિલ્લઈ દ્વારા ગાયેલા બ્રિટિશ વિરોધી ગીત 'વાજકા ભારતસમુદયમ' સાથે રેલીની શરૂઆત થઈ હતી. બીજા દિવસે ઉલિયાથ કદવુથી સૂત્રોચ્ચાર અને રાષ્ટ્રગીત સાથે મીઠાના કાયદાનો ભંગ કરવામાં આવ્યો હતો. આ સાથે ઉલિયાથ કદવુ-પય્યાનુરની ઘટના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસ (history of indian freedom struggle)માં મહત્વની સાબિત થઈ.

મીઠું ત્યાંના તમામ લોકોમાં વહેંચવામાં આવ્યું

વીપી અપ્પુકુટ્ટા પોડુવાલે જણાવ્યું કે, મીઠું ત્યાંના તમામ લોકોમાં વહેંચવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, પછી એવી જાહેરાત કરવામાં આવી હતી કે હવે સમગ્ર દેશમાંથી જે લોકો બ્રિટિશ નિયમોનું ઉલ્લંઘન કરવા ઈચ્છે છે તેઓ સત્યાગ્રહમાં જોડાઈ શકે છે.

આ પણ વાંચો:75 Years of Independence: બમતુલ બુખારાના પ્રેમમાં હતા ચંદ્રશેખર આઝાદ

ABOUT THE AUTHOR

...view details