ગુજરાત

gujarat

ETV Bharat / bharat

75 Years of Independence: બમતુલ બુખારાના પ્રેમમાં હતા ચંદ્રશેખર આઝાદ

પ્રેમ, શૌર્ય અને હિંમતના ઉદાહરણ અમર શહીદ ચંદ્રશેખર આઝાદે સ્વતંત્રતા ચળવળમાં અજોડ યોગદાન (azad contribution in freedom struggle) આપ્યું છે. આવા ક્રાંતિકારીઓના બલિદાનનું જ પરિણામ છે કે આજે આપણે આઝાદ દેશમાં (75 Years of Independence) જીવી રહ્યા છીએ. તો ચાલો આજે જાણીએ તેમના જીવન વિશે.

બમતુલ બુખારાના પ્રેમમાં હતા ચંદ્રશેખર આઝાદ
બમતુલ બુખારાના પ્રેમમાં હતા ચંદ્રશેખર આઝાદ

By

Published : Dec 25, 2021, 6:27 AM IST

પ્રયાગરાજ: દેશના મહાન સપૂત ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઈ 1906ના રોજ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાબરા (chandra shekhar azad birth place) નામના સ્થળે થયો હતો. આઝાદના પિતા પંડિત સીતારામ તિવારીએ દષ્કાળના સમયે ઉત્તર પ્રદેશમાં તેમનું પૈતૃક રહેઠાણ બદરકા છોડી દીધું અને મધ્ય પ્રદેશના અલીરાજપુરના રજવાડામાં નોકરી લીધી, પછી ભાબરા ગામમાં સ્થાયી થયા.

બમતુલ બુખારાના પ્રેમમાં હતા ચંદ્રશેખર આઝાદ

15 વર્ષની ઉંમરે સ્વતંત્રતા ચળવળમાં ભાગ લેવાનું શરૂ કર્યું

ચંદ્રશેખર આઝાદે 15 વર્ષની ઉંમરે સ્વતંત્રતા ચળવળમાં (freedom movement of india) ભાગ લેવાનું શરૂ કર્યું હતું. 1921માં જ્યારે મહાત્મા ગાંધીએ દેશમાં અસહકાર આંદોલન શરૂ (non-cooperation movement by gandhiji) કર્યું ત્યારે તેમને દેશના યુવાનોનું મોટી સંખ્યામાં સમર્થન મળવા લાગ્યું. આ જ કારણ હતું કે, ચંદ્રશેખર આઝાદ પણ અસહકારઆંદોલનમાં જોડાયા અને આંદોલનને આગળ વધારી રહ્યા હતા.

ચંદ્રશેખર તિવારીથી બન્યા ચંદ્રશેખર આઝાદ

અસહકાર આંદોલન દરમિયાન પ્રદર્શન કરતી વખતે આઝાદને અંગ્રેજ સૈનિકોએ પકડી લીધા અને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કર્યા. જ્યારે મેજિસ્ટ્રેટે આઝાદને તેનું નામ પૂછ્યું તો જવાબમાં તેમણે પોતાનું નામ આઝાદ કહ્યું. પિતાનું નામ પૂછવા પર સ્વતંત્રતા અને ઘરનું સરનામું પૂછવા પર જેલ જણાવ્યું (story of chandrashekhar azad's name). આનાથી મેજિસ્ટ્રેટ ગુસ્સે થયા અને તેમને 15 કોરડા મારવાની સજા ફટકારી. જ્યારે અંગ્રેજ સૈનિકો તેમને ચાબુક મારતા હતા ત્યારે તેઓ સતત 'ભારત માતા કી જય'ના નારા લગાવતા હતા. આ ઘટના હતી જેના પછી ચંદ્રશેખર તિવારી હવે ચંદ્રશેખર આઝાદ તરીકે ઓળખાવા લાગ્યા.

મહાત્મા ગાંધીથી આઝાદનો મોહભંગ

1922માં ચૌરી-ચૌરાની ઘટના (Chauri Chaura incident)માં 21 પોલીસ કોન્સ્ટેબલ અને 1 સબ-ઇન્સ્પેક્ટરના મૃત્યુથી મહાત્મા ગાંધી દુ:ખી થયા હતા અને તેમણે અસહકાર આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયથી ઘણા યુવાનોની સાથે સાથે ચંદ્રશેખર આઝાદ પણ ખૂબ જ દુઃખી અને નારાજ થયા હતા. તે દિવસથી તેમનો મહાત્મા ગાંધીથી મોહભંગ થયો અને તેમણે દેશની આઝાદી માટે સશસ્ત્ર ક્રાંતિ (chandrashekhar azad ideology)નો માર્ગ અપનાવવાનું નક્કી કર્યું. આ પછી આઝાદ મનમથ નાથ ગુપ્તા, પંડિત રામ પ્રસાદ બિસ્મિલ, શચિન્દ્રનાથ સાન્યાલ અને અશફાક ઉલ્લાહ ખાનના સંપર્કમાં આવ્યા અને આ ટીમે સાથે મળીને ઉત્તર ભારતમાં કાકોરી કાંડ સહિત ઘણી મોટી ઘટનાઓને અંજામ આપ્યો. 1928માં દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન (feroz shah kotla stadium delhi)માં ઉત્તર ભારતના ઘણા ક્રાંતિકારી પક્ષોના અગ્રણી નેતાઓની ગુપ્ત બેઠક થઈ હતી, જેમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાઈને હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (hindustan republican association)ના સક્રિય સભ્ય બન્યા, જેમાં આઝાદ સેનાના 'કમાન્ડર-ઈન-ચીફ' તરીકે ચૂંટાયા હતા.

એલ્ફ્રેડ પાર્કમાં લીધા અંતિમ શ્વાસ

27 ફેબ્રુઆરી 1931ના રોજ આઝાદ સુખદેવ અને અન્ય મિત્રો સાથે પ્રયાગરાજના આલ્ફ્રેડ પાર્ક (alfred park prayagraj)માં યોજના બનાવી રહ્યા હતા. તે જ સમયે અંગ્રેજોને તેમની ત્યાં હાજરી વિશે બાતમીદારો પાસેથી માહિતી મળી. ત્યારબાદ અંગ્રેજી સેનાએ પાર્કને ઘેરી લીધો. લાંબા સમય સુધી આઝાદ અંગ્રેજો સાથે એકલા હાથે લડતા રહ્યા. આ દરમિયાન આઝાદે પોતાના અચૂક નિશાનથી 3 બ્રિટિશ અધિકારીઓને પણ મારી નાંખ્યા અને અનેકને ઘાયલ કર્યા. આઝાદ મક્કમ હતા કે, 'દુશ્મનોના હાથ નહીં આવે, આઝાદ રહ્યા છે, આઝાદ જ રહેશે.' આ જ કારણ હતું કે, તેમણે પિસ્તોલની છેલ્લી ગોળી છોડીને પોતાના જીવનનો અંત આણ્યો હતો.

બમતુલ બુખારાના પ્રેમમાં હતા

ચંદ્રશેખર આઝાદને તેમની પિસ્તોલખૂબ જ પસંદ હતી. તેઓ તેને પ્રેમથી બમતુલ બુખારા કહેતા હતા. ચંદ્રશેખર આઝાદ સાથેના એન્કાઉન્ટર (chandra shekhar azad encounter) પછી અંગ્રેજ અધિકારી સર જોન નોટ બાવર બમતુલ બુખારાને ઈંગ્લેન્ડ લઈ ગયા. આઝાદી પછી તેમની પ્રિય પિસ્તોલ બમતુલ બુખારાને પરત લાવવાના પ્રયાસો શરૂ થયા. અલ્હાબાદ સ્થિત મ્યુઝિયમના ડાયરેક્ટર સુનીલ ગુપ્તા કહે છે કે, આઝાદી પછી 1976માં આ પિસ્તોલ ભારત સરકારને સોંપવામાં આવી હતી. ત્યારથી તેને અલ્હાબાદ મ્યુઝિયમમાં સુરક્ષિત રાખવામાં આવી છે અને તે મ્યુઝિયમની સુંદરતામાં વધારો કરી રહી છે. તેમણે જણાવ્યું કે, કોલ્ટ કંપનીની આ પિસ્તોલ 1903ની બનેલી છે. 32 બોરની હેમરલેસ સેમી ઓટોમેટિક પિસ્તોલ છે, જેમાં એક સમયે 8 ગોળીઓની મેગેઝીન વપરાય છે. તેની વિશેષતા એ હતી કે તેમાં ગોળીબાર કર્યા બાદ ધુમાડો નહોતો નીકળતો. આ જ કારણ હતું કે આલ્ફ્રેડ પાર્કમાં આઝાદનું અંગ્રેજો સાથે એન્કાઉન્ટર થયું હતું, ત્યારે તેઓ કયા ઝાડની પાછળથી ગોળીબાર કરી રહ્યા હતા તે અંગ્રેજો લાંબા સમય સુધી જાણી શક્યા નહોતા.

જ્યાં શહીદ થયા હતા ત્યા તેમની પ્રતિમા બનાવવામાં આવી

90 વર્ષ પહેલા જ્યાં ચંદ્રશેખર આઝાદ શહીદ થયા હતા, તે જ જગ્યાએ તેમની પ્રતિમા બનાવવામાં આવી છે. આજે પણ (75 Years of Independence) મોટી સંખ્યામાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચે છે. તેમની પ્રતિમાને પુષ્પાંજલિ આપી તેમના ચરણ સ્પર્શ કરે છે. જો કે તે ઝાડ હવે રહ્યું નથી, જેની પાછળ આઝાદની લાશ પડી હતી. અંગ્રેજ સરકારે તે વૃક્ષ કાપી નાખ્યું હતું.

આ પણ વાંચો: 75 Years of Independence: .....અને અંગ્રેજ કલેક્ટરની છાતીમાં 3 ગોળીઓ ધરબી દીધી

આ પણ વાંચો: 75 Years of Independence: ગુલામીના યુગથી લઇને આઝાદીની સવાર સુધી... અનેક ઘટનાઓનો સાક્ષી છે ચાંદની ચોક

ABOUT THE AUTHOR

...view details