ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટ્વીટર પર ટોપ પર પહોંચ્યા વડાપ્રધાન મોદી, ફોલોઅર્સની સંખ્યા 70 મિલિયનને પાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વીટર પર સૌથી લોકપ્રિય નેતા (most popular on twitter) બન્યા છે. આ સમયે વડાપ્રધાન મોદીના ફોલોઅર્સની સંખ્યા 70 કરોડ પર પહોંચી ગઈ છે. જે વિશ્વના કોઈપણ રાજકારણીના ફોલોઅર્સ કરતા વધારે છે. અગાઉ આ રેકોર્ડ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામે હતો. વડાપ્રધાનની લોકપ્રિયતા સતત વધી રહી છે.

ટ્વીટર પર ટોપ પર પહોંચ્યા વડાપ્રધાન મોદી
ટ્વીટર પર ટોપ પર પહોંચ્યા વડાપ્રધાન મોદી

By

Published : Jul 29, 2021, 9:27 AM IST

  • વડાપ્રધાન મોદી ટ્વીટર ફરી સૌથી વધુ લોકપ્રિય નેતા
  • વડાપ્રધાન મોદીના ફોલોઅર્સની સંખ્યા 70 મિલિયન પહોંચી
  • વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા સતત વધી રહી

નવી દિલ્હી : વડાપ્રધાન મોદી ટ્વીટર ફરી સૌથી વધુ લોકપ્રિય નેતા બની ગયા છે. વડાપ્રધાન મોદીના ફોલોઅર્સની સંખ્યા 70 મિલિયન પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદી સોશિયલ મીડિયા પર ફોલો કરવામાં આવતા નેતાઓની લિસ્ટમાં ફરી એકવાર ટોચ પર પહોંચી ગયા છે. આનાથી જાણવા મળે છે કે, વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે.

આ પણ વાંચો : વિરોધ પક્ષની માનસિકતા મહિલા અને દલિત વિરોધી : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદી પહેલા બીજા ક્રમે હતા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત એકાઉન્ટને લગભગ 88.7 મિલિયન લોકો ફોલો કરી રહ્યા હતા. તે સમયે વડાપ્રધાન મોદીનું નામ વિશ્વના સક્રિય નેતાઓની યાદીમાં બીજા ક્રમે હતું. તે સમયે વડાપ્રધાન મોદી 64.7 મિલિયન એટલે કે 6 કરોડ 47 લાખ ફોલોઅર્સની સાથે બીજા નંબરે હતા. હવે વડાપ્રધાન મોદીના ફોલોઅર્સ 70 મિલિયન એટલે કે સાત કરોડથી વધારે છે.

આ પણ વાંચો :PM મોદી આજે સાંજે 4 વાગ્યે કરશે રાષ્ટ્રજોગ સંબોધન, અનલૉક 2.0 અંગે કરી શકે છે વાત

રાહુલ ગાંધીના ટ્વીટર પર 19.4 મિલિયન ફોલોઅર્સ

ભારતના અન્ય નેતાઓની વાત કરીએ તો દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના 22.8 મિલિયન ફોલોઅર્સ છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને 14.5 મિલિયન લોકો ફોલો કરે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ટ્વીટર પર 19.4 મિલિયન ફોલોઅર્સ છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ફોલોઅર્સ સંખ્યા 6 મિલિયન છે.

ABOUT THE AUTHOR

...view details