- કર્ણાટકના બેંગલુરૂમાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત
- આ દૂર્ઘટનામાં સાત લોકોનાં મૃત્યુ
- ઓવરસ્પીડ આવતી કાર ઝાડ સાથે ટકરાતા બની દૂર્ઘટના
બેગલુરૂ: મેગા સિટીઝમાં ઓવરસ્પીડ કારની સમસ્યા સડકો પર વધતી જાય છે. કડક નિયમો હોવા છતાં મોંઘીદાટ કાર લઈને ફરતા નબીરાઓ કોઈને ગાંઠતા નથી. તમામ નિયમો નેવે મૂકીને ગાડી ચલાવતા આ શોખીનોના કારણે બીજા સામાન્ય માણસોએ જીવ ગુમાવવા પડે છે. કર્ણાટકના બેંગલુરૂમાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઓડી કાર ઇલેક્ટ્રિક પોલ સાથે અથળાઇ હતી. આ દૂર્ઘટનામાં સાત લોકોનાં મૃત્યુ થયા છે.ઘટના બાદ ડીએમકેના ધારાસભ્ય વાઇ.પ્રકાશે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, તેમનો પુત્ર કરુણા સાગર અને પુત્રવધૂ બિંદુનું અકસ્માતમાં મૃત્યુ થયું છે.
આ પણ વાંચો:રશિયામાં ગુમથયેલું વિમાન મળી આવ્યું, દુર્ઘટનામાં 28 લોકોના મોત
બેગલુરૂ સિટીના કોરામંગલામાં બની અકસ્માતની ઘટના