ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તળાવમાં ડૂબવાથી 7 બાળકીઓના મોત, કરમા વિસર્જન દરમિયાન ઉંડા પાણીમાં જવાથી ઘટી ઘટના

લાતેહરમાં કરમા વિસર્જન દરમિયાન 7 બાળકીઓ તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામી હતી. કરમા વિસર્જન દરમિયાન બાળકીઓ ઉંડા પાણીમાં જતી રહી હતી અને ડૂબી જવાથી તમામ મૃત્યુ પામી હતી.

તળાવમાં ડૂબવાથી 7 બાળકીઓના મોત
તળાવમાં ડૂબવાથી 7 બાળકીઓના મોત

By

Published : Sep 18, 2021, 3:07 PM IST

  • મનનડીહ ગામમાં એક દર્દનાક ઘટના બની
  • ઘટના બાદ સમગ્ર ગામમાં શોકનો માહોલ છે
  • 7 બાળકીઓનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું હતું

લાતેહાર: બાલુમાથ પોલીસ સ્ટેશન વિસ્તારના મનનડીહ ગામમાં એક દર્દનાક ઘટના બની. કરમા પૂજા બાદ કરમ ડાળીમાં વિસર્જન કરવા ગયેલી 7 બાળકીઓનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું હતું. ઘટના બાદ સમગ્ર ગામમાં શોકનો માહોલ છે.

કરમ ડાળી વિસર્જિત કરવા હઇ હતી બાળકીઓ, ઉંડા પાણીમાં જવાથી ઘટી ઘટના

પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે રાત્રે ગામમાં કરમા પૂજા પૂર્ણ થયા બાદ શનિવારે ગામના લોકો કરમ ડાળીને વિસર્જન કરવા તળાવમાં ગયા હતા. તળાવમાં સ્નાન કરતી વખતે સાત બાળકીઓ ઉંડા પાણીમાં જતી રહી હતી. જ્યારે મહિલાઓએ બૂમો પાડી ત્યારે આસપાસના કેટલાક લોકોએ તળાવમાં કૂદીને બાળકીઓને બહાર કાઢી હતી.

પરિવાર ચારેય બાળકીઓને હોસ્પિટલ લઈ ગયો હતો

ડૂબી જવાથી ત્રણ બાળકીઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પરિવાર ચારેય બાળકીઓને હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં ડોક્ટરોએ તમામને મૃત જાહેર કરી હતી. બાળકીઓના મૃત્યુ બાદ પરિવારોની હાલત ખરાબ છે.

ABOUT THE AUTHOR

...view details