- અયોધ્યામાં પ્રગટાવવામાં આવશે 7.50 લાખ દીવા
- 5.50 લાખ દીવા પ્રગટાવવાનો રેકોર્ડ તૂટશે
- બહારની એજન્સીને સોંપવામાં આવી જવાબદારી
- 7 હજાર વૉલિયન્ટર્સની લેવામાં આવશે મદદ
લખનૌ: અયોધ્યામાં આયોજીત થનારો દીપોત્સવ ઘણો જ ખાસ થવા જઈ રહ્યો છે. આ વર્ષે અયોધ્યામાં આયોજિત થનારા દીપોત્સવમાં યોગી સરકાર 7.50 લાખ દીવાઓ પ્રગટાવીને પોતાનો જ રેકોર્ડ તોડશે. યુપીમાં યોગી આદિત્યનાથ સરકાર રામનગરી અયોધ્યાને દીવાઓથી ઝગમગ કરવાની તૈયારી કરવામાં લાગી છે. ગત વર્ષે અયોધ્યામાં 5.50 લાખ દીવાઓ પ્રગટાવીને ગિનીસ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. પર્યટન વિભાગે આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આ માટે એજન્સીઓ પાસે પ્રસ્તાવ માંગ્યા છે.
આ વખતે દીવા પ્રગટાવવાની જવાબદારી બહારની એજન્સીને અપાઈ
અયોધ્યામાં દર વર્ષે ભવ્ય દીપ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે 2017થી અયોધ્યામાં દીપોત્સવની શરૂઆત કરી છે. ત્યારથી સતત સરકાર તેલના દીવાઓ પ્રગટાવીને પોતાનો જ રેકૉર્ડ આગલા વર્ષે તોડે છે. રામનગરી અયોધ્યાને દીવાઓથી શણગારીને રોશન કરવામાં આવે છે. દર વર્ષે સરકાર અલગ-અલગ વિભાગોના સંકલનથી દીવાઓ પ્રગટાવે છે, પરંતુ આ વખતે બહારની એજન્સીઓને આની જવાબદારી સોંપવામાં આવશે.
2017થી દીપોત્સવની પરંપરા શરૂ કરવામાં આવી