ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Ram Mandir Pran Pratishtha : રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના સાત દિવસીય અનુષ્ઠાનનો આજથી પ્રારંભ

અયોધ્યાના રામ મંદિર ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના સાત દિવસીય અનુષ્ઠાનનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે રામ મંદિર માટે આંદોલન કરી દેશવ્યાપી રથયાત્રાની શરૂઆત કરનારા ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ 22 જાન્યુઆરીએ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી.

Ram Mandir Pran Pratishtha
Ram Mandir Pran Pratishtha

By ETV Bharat Gujarati Team

Published : Jan 16, 2024, 12:05 PM IST

અયોધ્યા :શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની સાત દિવસીય વૈદિક ધાર્મિક વિધિઓ તૈયાર કરી લેવામાં આવી છે. જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના એક અઠવાડિયા પહેલા મંગળવારથી શરૂ થશે. 22 જાન્યુઆરીએ આ ધાર્મિક વિધિની સમાપ્તી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થશે, આ તકે હજારો VVIP મહેમાનો ઉપસ્થિત રહેશે.

સાત દિવસીય અનુષ્ઠાન : પ્રયાસચિતા અને કર્મકુટી પૂજન ઉપરાંત સરયુ નદીના કિનારે ધાર્મિક વિધિના એક અભિન્ન ભાગ તરીકે 'દશવિધ' સ્નાન કરવામાં આવશે. ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ ભગવાન રામને સમર્પિત મંદિર બનાવવાના આંદોલન માટે જનતાને એકત્ર કરવા ગુજરાતના સોમનાથથી રથયાત્રા કાઢી હતી. અડવાણીની યાત્રા દરમિયાન તેમની સાથે સામેલ લોકોમાંથી એક નરેન્દ્ર મોદી પણ હતા.

ભાવુક થયા અડવાણી :હિન્દી સાહિત્ય મેગેઝીન રાષ્ટ્રધર્મની વિશેષ આવૃત્તિમાં પ્રકાશિત થનારા લેખ 'રામ મંદિર નિર્માણ, એક દિવ્ય સ્વપ્ન કી પૂર્તિ' માં લાલ કૃષ્ણ અડવાણીએ ભાવુક થઈ પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે, જ્યારે નરેન્દ્ર મોદી રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા કરશે ત્યારે તેઓ આપણા ભારતના દરેક નાગરિકનું પ્રતિનિધિત્વ કરશે. હું પ્રાર્થના કરું છું કે આ મંદિર તમામ ભારતીયોને શ્રી રામના ગુણ અપનાવવાની પ્રેરણા આપે.

11 દિવસીય અનુષ્ઠાન : વર્ષ 1990 માં જ્યારે રામ મંદિર આંદોલનની શરૂઆત થઈ ત્યારે ગુજરાત ભાજપના તત્કાલિન મહાસચિવ મોદીએ યાત્રાના આયોજનમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. ત્રીસ વર્ષ પછી 2020 માં તેઓ વડાપ્રધાન તરીકે રામ મંદિરના ભૂમિપૂજનમાં ઉપસ્થિત રહ્યા હતા. શુક્રવારે પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે તેઓ 11 દિવસીય અનુષ્ઠાન કરશે.

શંકરાચાર્યનો વિવાદ :આ દરમિયાન ચાર શંકરાચાર્યના વિરોધના પગલે પ્રાણ પ્રતિક્ષા પર વિવાદ ઊભો થયો હતો. પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી મહારાજે પીએમ મોદી સામે પોતાનો વિરોધ દર્શાવતા કહ્યું કે, તેઓ આ કાર્યક્રમનો ભાગ બનવા માંગતા નથી. તેમણે પાછળથી ખુલાસો કર્યો કે તેમના નિર્ણયનું મૂળ રામલલ્લાની મૂર્તિની સ્થાપના દરમિયાન સ્થાપિત પરંપરાઓથી વિચલન છે.

  • 16 જાન્યુઆરના રોજ પ્રાયશ્ચિત અને કર્મકુટી પૂજન
  • 17 જાન્યુઆરીના રોજ મૂર્તિનો પરિસર પ્રવેશ
  • 18 જાન્યુઆરીની સાંજે તીર્થ પૂજન, જલયાત્રા અને ગાંધધિવાસ
  • 19 જાન્યુઆરીની સવારે ઔષધધિવાસ, કેસરાધિવાસ, ઘૃતાધિવાસ
  • 20 જાન્યુઆરીની સવારે શર્કરાધિવાસ, ફલાધિવાસ
  • 21 જાન્યુઆરીની સવારે મધ્યધિવાસ અને સાંજે શૈયાધિવાસ

ધાર્મિક વિધિનું સંચાલન : મંદિર ટ્રસ્ટે વધુમાં જણાવ્યું હતું કે, 121 આચાર્યો ધાર્મિક વિધિ કરાવશે. સામાન્ય રીતે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સાત અધિવાસ હોય છે અને ઓછામાં ઓછા ત્રણ અધિવાસ કરવામાં આવે છે. ત્યારે 121 આચાર્ય ધાર્મિક વિધિઓનું સંચાલન કરશે. શ્રી ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ અનુષ્ઠાન સંબંધિત તમામ કાર્યવાહીનું દેખરેખ, સંકલન, એન્કરિંગ અને નિર્દેશન કરશે અને કાશીના મુખ્ય આચાર્ય શ્રી લક્ષ્મીકાંત દીક્ષિત હશે.

કોણ રહેશે ઉપસ્થિત : મહેમાનોની યાદી પર પ્રકાશ પાડતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિત ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટે જણાવ્યું હતું કે, ભારતીય અધ્યાત્મવાદ, ધર્મ, સંપ્રદાય, પૂજા પદ્ધતિ અને પરંપરાની તમામ શાળાઓના આચાર્યોનું વૈવિધ્યસભર પ્રતિનિધિત્વ હશે. 150 થી વધુ પરંપરાના સંતો, મહામંડલેશ્વરો, મંડલેશ્વરો, શ્રીમહંતો, મહંતો, નાગાઓ તેમજ 50 થી વધુ આદિવાસી, ગિરિવાસી, તતવાસી, દ્વીપવાસી આદિવાસી પરંપરાઓની અગ્રણી હસ્તીઓ રામ જન્મભૂમિ મંદિરના પ્રાંગણમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના સાક્ષી બનવા માટે ઉપસ્થિત રહેશે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર ઐતિહાસિક આદિવાસીઓનું પ્રતિનિધિત્વ હશે.

  1. Ramlala consecration: પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં અયોધ્યા પહોંચશે 400 કિલોનું તાળું, કારીગરની અંતિમ ઈચ્છા પુરી કરશે મહામંડલેશ્લર
  2. Ram Mandir : રામ મંદિરમાં સ્થપાશે મૈસુરના મૂર્તિકારે બનાવેલી મૂર્તિ, જુઓ આવી હશે રામલલ્લાની મૂર્તિ

ABOUT THE AUTHOR

...view details