- કંગના રનૌતને ફિલ્મ પંગા અને મણિકર્ણિકા માટે મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ
- મનોજ બાજપેયી અને ધનુષ બેસ્ટ એક્ટર
- ફિલ્મ 'છિછોરે'ને મળ્યો બેસ્ટ ફિલ્મનો એવોર્ડ
હૈદરાબાદ : 67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો(નેશનલ ફિલ્મ એવોર્ડ)ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મનોજ બાજપેયી અને ધનુષ બેસ્ટ એક્ટર, કંગના રનૌતને બેસ્ટ એક્ટ્રેસ અને ફિલ્મ 'છિછોરે'ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ સાથે સુશાંતસિંહ રાજપુતની ફિલ્મ 'છિછોરે'ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો -"છિછોરે" મચાવી બોક્સ ઓફિસ પર ધમાલ, જાણો કેટલી કરી કમાણી
ધનુષને ફિલ્મ 'અસુરન'માં શાનદાર અભિનય કરવા બદલ મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ
કંગના રનૌતને ફિલ્મ પંગા અને મણિકર્ણિકા તેમજ મનોજ બાજપેયીને ફિલ્મ 'ભોંસલે' અને ધનુષને ફિલ્મ 'અસુરન'માં શાનદાર અભિનય કરવા બદલ બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યા છે. સર્વશ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વ ગાયકનો એવોર્ડ હિન્દી ફિલ્મ 'કેસરી'ના ગીત 'તેરી મિટ્ટી'ના ગાયક બી પ્રાકને મળ્યો છે.
આ પણ વાંચો -કંગનાએ ‘પંગા’ ફિલ્મ માતા આશા રેનૌતને કરી સમર્પિત
પંગા ફિલ્મમાં કંગના જયા નિગમની ભૂમિકામાં જોવા મળી હતી
પંગા ફિલ્મમાં કંગના જયા નિગમની ભૂમિકામાં જોવા મળી હતી. જે એક સમયે ભારતીય કબડ્ડી ટીમના કપ્તાન હતા, પરંતુ લગ્નના કારણે તેમને કબડ્ડી છોડી દીધી હતી અને રેલ્વે વિભાગમાં કામ કરનારા એક આદર્શ ગૃહિણી તરીકે જીવન જીવતા હતા. તે દરમિયાન તેમને ભાસ થયો કે, તેમને કબડ્ડીના ખેલાડી તરીકે કોઈ ઓળખતું નથી, ત્યારે તેમને ફરીથી પોતાની ઓળખ ઉભી કરવાનું નક્કી કર્યુ અને ફરીથી શરૂઆત કરી હતી.