નવી દિલ્હી: પ્રસૂતિ પછી તરત જ નવજાત બાળકના મૃત્યુના કિસ્સામાં કેન્દ્ર સરકારની તમામ મહિલા કર્મચારીઓને 60 દિવસની વિશેષ પ્રસૂતિ રજા (maternity leave in India) આપવામાં આવશે. શુક્રવારે કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા આ સંબંધમાં એક આદેશ જારી કરવામાં આવ્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, મૃત્યુ પામેલા બાળકના જન્મથી માતાને થયેલી ભાવનાત્મક ઈજા અથવા જન્મ પછી તરત જ નવજાત બાળકના મૃત્યુને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે આવી ઘટનાઓ માતાના જીવન પર ઊંડી અસર કરે છે.
આ પણ વાંચો:હવે ભારતના આ રાજ્યમાં એન્થ્રેક્સનો ડર, બેઝિક મેડિકલ ટેસ્ટમાં નેગેટિવ
ડીઓપીટીએ (Department of Personnel and Training)જણાવ્યું કે, તેમને ઘણી અરજીઓ મળી છે, જેમાં જન્મ પછી તરત જ મૃત્યુ અથવા મૃત્યુના કિસ્સામાં રજા/પ્રસૂતિ રજા અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે. વિભાગે આદેશમાં કહ્યું, 'આ મુદ્દે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે ચર્ચા કરવામાં આવી છે. મૃત નવજાત શિશુના જન્મથી અથવા ડિલિવરી પછી તરત જ તેનું મૃત્યુ થવાથી થતા આઘાતને ધ્યાનમાં રાખીને, આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારની મહિલા કર્મચારીઓને 60 દિવસની વિશેષ પ્રસૂતિ રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.