- દેશના 3 રાજ્યોમાં ધરા ધ્રુજી
- રાજસ્થાન,મેઘાલય અને લદ્દાખમાં ભૂકંપ
- બિકાનેરમાં 5.3ની નોંધાઈ તીવ્રતા
જયપુર: દેશના ત્રણ-ત્રણ હિસ્સાઓમાં બુધવારના રોજ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. રાજસ્થાન, મેધાલય અને લદ્દાખમાં ધરા ધ્રુજવાને કારણે લોકો ચિંતાતુર બન્યા છે. આમા રાજસ્થાનના બિકાનેર (Earthquake in Rajasthan Bikaner)માં 5.3ની તીવ્રતાનો ભૂકંપ પણ સામેલ છે.
આ પણ વાંચો : કચ્છમાં 3.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
દેશના 3 રાજ્યોમાં ધરા ધ્રુજી
આ ઉપરાંત મેઘાલય (Earthquake in Meghalaya) માં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપી છે કે, રાજસ્થાનના બીકાનેરમાં સવારે 5:24 કલાકે આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી.
રાજસ્થાન,મેઘાલય અને લદ્દાખમાં ભૂકંપ
આ સિવાય લેહ-લદ્દાખના વિસ્તારમાં પણ સવારે લગભગ 4:57 વાગ્યે ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. આ દરમિયાન ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 રહી હતી. આ પહેલા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપી હતી કે, મેધાલયના વેસ્ટ ગારો હિલ્સના વિસ્તારમાં સવારે 2.10 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. આની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 માપવામાં આવી હતી.
આ પણ વાંચો : ઇન્ડોનેશિયામાં 6.2ની તીવ્રતાવાળા ભૂકંપના આંચકા, સુનામીની સંભાવના નહિ
ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનના બિકાનેરથી 343 કિમી દૂર
ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનના બિકાનેરથી 343 કિમી દૂર છે. લગભગ 110 કિ.મી.ની ઉંડાઈ પર આંચકા અનુભવાયા હતા. ઉલ્લેખનીય છે કે, 18 જુલાઈએ ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.9 માપવામાં આવી હતી.