ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સીતાપુર ખાતે વિવાહ ભોજનના કાર્યક્રમમાં 50 લોકોને જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગ

સીતાપુરમાં 25 ફેબ્રુઆરીએ મોડી રાત્રે દાવત-એ-વલીમામાં ઉપસ્થિત લોકો દૂષિત ખોરાક ખાવાથી ફૂડ પોઇઝનીંગનો શિકાર બન્યા હતા. ફૂડ પોઇઝનિંગને કારણે 40થી 50 લોકોની તબિયત લથડી હતી. આ તમામ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

By

Published : Feb 26, 2021, 10:13 PM IST

વૈવાહિત કાર્યક્રમમાં ફૂડ પોઈઝનિંગ થતા 50 લોકોને લીધા અડફેટ
વૈવાહિત કાર્યક્રમમાં ફૂડ પોઈઝનિંગ થતા 50 લોકોને લીધા અડફેટ

  • વિવાહ ભોજનનાકાર્યક્રમમાં સામેલ લોકોમાં વૃદ્ધો અને બાળકોની હાલત કથળી
  • લોકો ફૂડ પોઇઝનીંગનો ભોગ બનેલાં હોવાની બાતમી મળતાં તંત્ર દોડ્યું
  • 40થી 50 લોકો ફૂડ પોઇઝનિંગનો શિકાર બન્યાં હોવાનું ડૉક્ટરે જણાવ્યું

સીતાપુર: જિલ્લાના થાણા મહમુદાબાદ વિસ્તારના રહેવાસી ભટ્ટા વિસ્તારના બાદશાહના ઘરે દાવત-એ-વલીમાનો (વિવાહ ભોજન) કાર્યક્રમ રાખ્યો હતો. ગુરુવારે મોડી રાત્રે વાલીમામાં અન્ય વિસ્તારના લોકોને પણ આમંત્રણ અપાયું હતું. જેમણે વાલિમામાં ખાધું હતું.

ઘટનાને લઇને વિસ્તારમાં હંગામો મચ્યો

વિવાહ ભોજનના કાર્યક્રમમાં સામેલ લોકોમાં વૃદ્ધો અને બાળકોની હાલત કથળી હતી. ઘટનાને લઇને વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. કાર્યક્રમમાં લોકો ફૂડ પોઇઝનીંગનો ભોગ બનેલાં હોવાની બાતમી મળતાં તહેસીલદાર મહમુદાબાદ અશોક કુમાર, સીઓ મહમુદાબાદ રવિશંકર પ્રસાદ, કોટવાલ અનિલ પાંડે સહીતનાઓ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા હતા અને દર્દીઓની ખબર પૂછી હતી.

દરેકની હાલતમાં સુધારો જોવા મળ્યો

40થી 50 લોકો ફૂડ પોઇઝનીંગનો ભોગ બન્યા હતા, સીએચસી મહમુદાબાદના ડૉ. અનવર કહે છે કે, ગુરુવારે રાત્રે લગભગ 11 વાગ્યે પહેલો દર્દી તેની પાસે આવ્યો હતો. જે પછી, ધીરે ધીરે, ફૂડ પોઇઝનિંગનો ભોગ બનેલા લોકો મોટી સંખ્યામાં આવવા લાગ્યા. 40થી 50 લોકો ફૂડ પોઇઝનિંગનો શિકાર બનીને આવ્યા છે. જેમને સારવાર આપવામાં આવી રહી છે. હવે દરેકની હાલતમાં સુધારો જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details