પુરી: પુરી સ્થિત વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ મંદિર લગભગ 4 મહિના પછી આજે (સોમવારે) ખુલશે. આના એક દિવસ પહેલા પોલીસે શ્રદ્ધાળુઓને અનુરોધ કર્યો હતો કે, " મંદિરના અનુભવ પોલીસને કહે" . પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, શ્રદ્ધાળુઓ મંદિરમાં પોલીસ સેવાના પોતાના અનુભવ વિશે જણાવી શકે છે. આ માટે તેમને એક ફોર્મ ભરવાનું રહેશે. તેઓ આ ઓનલાઈન માધ્યમ દ્વારા પણ કરી શકે છે.
4 મહિના બાદ પુરી જગન્નાથ મંદિર બધા ભક્તો માટે ફરી ખુલ્યું - Jagannath Temple
પૂરી સ્થિત પસિદ્ધ જગન્નાથ (Jagannath temple) આજથી દર્શાનાર્થીઓ માટે ખુલશે. આ પહેલૈ રવિવારે પોલીસે શ્રદ્ધાળુઓને અનુરોધ કર્યો હતો કે તે મંદિર જવા પર તેમના અનુભણ જણાવે
4 મહિના બાદ પુરી જગન્નાથ મંદિર બધા ભક્તો માટે ફરી ખુલ્યું
કોરોના નેગેટીવ રીપોર્ટ જરૂરી
પુરી પોલીસે ટ્વીટ કરીને કહ્યું છે કે," શ્રદ્ધાળુઓને અનુરોધ છે કે તેમના અનુભવ અમને જણાવે જેના કારણ અમે સુવિધાઓમાં સુધારો કરી શકીએ. કોવિડ-19 વૈશ્વિક મહામારીની બીજી લહેરને કારણે 12મી સદીના આ મંદિરને જનતા માટે 24 એપ્રિલથી બંધ કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુએ મંદિરમાં પ્રવેશ માટે સંપૂર્ણ રસીકરણનુ પ્રમાણપત્ર અથવા કોરોના નેગેટીવ રીપોર્ટ બતાવવો જરૂરી છે