બાડમેર, રાજસ્થાન : બાડમેરમાં શનિવારના રોજ ગુજરાતી પરિવાર સાથે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો (Road accident Barmer ) હતો. ટ્રક દ્વારા કારને જોરદાર લાગતા અકસ્માત એટલો ગંભીર થઈ ગયો હતો કે, કાર કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે એક મહિલા અને બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ બન્નેને પ્રાથમિક સારવાર બાદ સાંચોર રીફર કરવામાં આવ્યા છે. આ બાદ સારવાર દરમિયાન વૃદ્ધ મહિલાનું પણ મોત થયું હતું. Gujarat family accident
ગુજરાતી પરિવારને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, કારમાં સવાર 4ના મોત - Road accident Barmer
બાડમેરમાં શનિવારે સવારે કાર અને ટ્રક વચ્ચે ભયંકર માર્ગ અકસ્માત થયો (Road accident Barmer ) હતો. આ અકસ્માતમાં 3 મહિલા સહિત 4 લોકોના મોત થયા હતા. તેઓ તમામ જેસોલ માજીસાની દર્શન કરીને ગુજરાત પરત ફરી રહ્યા હતા. જ્યારે એક 8 બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. family member killed in Rajasthan
3 લોકોના ઘટના સ્થળે મોત :અકસ્માત બાદ મેગા હાઈવે પર જામ થઈ હોવાથી પોલીસે આવીને જામ ખુલ્લો કરાવ્યો હતો. ગુડામલાનીના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ શુભકરણે જણાવ્યું હતું કે, બાલોત્રાથી ગુજરાત તરફ જઈ રહેલી કારે ભટાલા ગામ પાસે સામેથી આવી રહેલી ટ્રક વચ્ચે ટકરાઈ હતી. કારમાં ગુજરાતના કુલ 5 લોકો સવાર હતા, જેમાં બે મહિલા સહિત ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક મહિલા અને એક બાળક ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક સારવાર બાદ તેઓને સાંચોર રીફર કરવામાં આવ્યા હતા. family member killed in Rajasthan
8 વર્ષના બાળકનો જીવ બચ્યો : અકસ્માતમાં મૃતક રાજેશ પુત્ર કૈલાશ મહેશ્વરી (22), મહિલા દ્રૌપદી બહેન (65) પત્ની હાથી ભાઈ, પુત્રી મનીષા બહેન (32) ધાનેરા નિવાસી ડુંગરમાલનું અકસ્માતમાં મોત થયું હતું. પોલીસે મૃતકોના મૃતદેહને ગુડામલાનીના શબઘરમાં રાખ્યા છે. જ્યારે વૃદ્ધ કમલાદેવી (70) પત્ની ચંડીરામ રહેવાસી ભીલડી ગુજરાત અને 8 વર્ષના બાળકને ગુડામલાનીમાં પ્રાથમિક સારવાર બાદ સાંચોર રિફર કરવામાં આવ્યા હતા. આ સાથે જ સાંચોરમાં સારવાર દરમિયાન વૃદ્ધ મહિલા કમલાદેવીનું પણ મોત નીપજ્યું હતું.