- ઉદેપુરમાં અનિયંત્રિત કાર દ્વારા સર્જાયો અકસ્માત
- ટ્યુબવેલ ખોદતા ચાર લોકોને ચપેટમાં લીધા હતા
- ચારેયનું ઘટના સ્થળે જ મોત થયું
રાજસ્થાન(ઉદેપુર) : ભીંડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અનિયંત્રિત કારે ટ્યુબવેલ ખોદતા ચાર લોકોને ચપેટમાં લીધા હતા. જેના કારણે ચારેયનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તે જ સમયે અકસ્માત પછી કાર ચાલક અને અન્ય સવાર ઘટના સ્થળેથી નાસી છૂટયા હતા.
ચાર લોકો ખેતરમાં ટ્યુબવેલનું ખોદકામ કરી રહ્યા હતા
ભીંડર પોલીસ સ્ટેશન વિસ્તારના બોરતલાઈ વળાંકની પાસે આ ઘટના થઇ હતી. રવિવારે મોડી સાંજે ચાર લોકો ખેતરમાં ટ્યુબવેલનું ખોદકામ કરી રહ્યા હતા. આ દરમિયાન બેકાબૂ કાર આવીને રોડ પર પટકાઇ હતી. માહિતી મળ્યા પછી લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યારે મૃતદેહને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. અકસ્માત બાદ કાર ચાલક અને અન્ય લોકો ભાગી છૂટ્યા હતા.
આ પણ વાંચો : રાજકોટમાં કારચાલકે આધેડને હડફેટે લેતા થયું મોત, ઘટના CCTVમાં કેદ