- દિલ્હીમાં કોરોનાનો મૃત્યુઆંક ચિંતાજનક
- કોરોનાના સંક્રમણનો દર 32.27 ટકા રહ્યો
- એક્ટિવ કોરોના દર્દીઓનો દર 9.26 ટકા
નવી દિલ્હી :કોરોનાને ધ્યાનમાં રાખીને દિલ્હીની સ્થિતિ સતત નાજૂક છે. ખાસ કરીને મૃત્યુના આંકડા ચિંતાજનક છે. શનિવારે એક જ દિવસમાં 300થી વધુ દર્દીઓનાં મોત થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દર કલાકે 14થી વધૂ દર્દીઓએ જીવ ગૂમાવ્યો છે. શનિવારે કોરોનાના સંક્રમણનો દર 32.27 ટકા રહ્યો હતો. એક્ટિવ કોરોના દર્દીઓનો દર 9.26 ટકા છે.
24 કલાક દરમિયાન દિલ્હીમાં 74 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા
કોરોના રિકવરીની વાત કરવામાંઆવે તો, શનિવારે આ દર 89.35 ટકા હતો. છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હીમાં 74 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને કોરોનાના 24,103 નવા કેસ નોંધાયા છે. આ વધારા પછી દિલ્હીમાં કોરોનાનો કૂલ આંકડો 10 લાખને પાર કરી 10,04,782 પર પહોંચી ગયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 357 દર્દીઓ મૃત્યુ પામ્યા છે, જે પાછલા દિવસોમાં આ આંકડો 348 હતો.
આ પણ વાંચો : દિલ્હીમાં એક કલાકમાં 14થી વધુના કોરોનાથી મોત, 23,331 નવા કેસ નોંધાયા
કોરોનાથી કૂલ મૃત્યુઆંક વધીને હવે 13,898 પર પહોંચ્યો
શનિવારે થયેલા વધારા પછી દિલ્હીમાં કોરોનાથી કૂલ મૃત્યુઆંક વધીને હવે 13,898 પર પહોંચી ગયો છે. ત્યારે કોરોનાથી મૃત્યુ દર હજી પણ 1.38 ટકા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 22,695 દર્દીઓને કોરોના હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દિલ્હીમાં કોરોનાને પરાજિત કરનારાઓની કૂલ સંખ્યા હવે વધીને 8,97,804 થઈ ગઈ છે. સક્રિય કોરોના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. પ્રથમ વખત આ આંકડો 93 હજારને પાર થયો છે.
હોમ આઇશોલેસનમાંં 50,285 દર્દીઓ