પુલવામાઃજમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ અહીં ત્રણ આતંકીઓને ઠાર કર્યા (Terrorists Killed) છે. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું હતું કે, માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ પાકિસ્તાની સંગઠન લશ્કર-એ તૈયબા (LeT) સાથે સંકળાયેલા હતા. સુરક્ષા દળોએ માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ (Terrorists Killed in Pulwama Encounter) છે.
આ પણ વાંચો :જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં લશ્કરના 2 આતંકી ઠાર
લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ સ્થાનિક હોવાનું કહેવાય છે અને તેઓ લશ્કર સાથે સંકળાયેલા હતા. કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું હતું કે, સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ સ્થાનિક હતા અને તેઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. હાલ, વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.