ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UP Gang Rape Case : 28 વર્ષ બાદ ગેંગરેપ પીડિતાને ન્યાયની આશા, બે ભાઈઓ સામે કેસ દાખલ કરાયો

કહેવાય છે ને કે કાનુનના હાથ લાંબા હોય છે, જ્યાં વિલંબ જરુર થાય પણ ગુનેગારો છટકી શકતા નથી. ઉત્તર પ્રદેશની પોલીસે આ વાતને સાચી સાબિત કરીને બતાવી છે, 28 વર્ષ બાદ ગેંગરેપ કેસમાં(Gang Rape Case) બે ભાઈઓ સામે બળાત્કારનો કેસ દાખલ(Rape case filed against two brothers) કરવામાં આવ્યો છે.

Gang Rape Case
Gang Rape Case

By

Published : Apr 7, 2022, 4:35 PM IST

શાહજહાંપુર: ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, લગભગ 28 વર્ષ પહેલાં પાડોશીની સગીર પુત્રી પર સામૂહિક બળાત્કાર(Gang Rape Case) કર્યા પછી બે ભાઈઓ પર કથિત બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો(Rape case filed against two brothers) છે. 1994 થી 1996 સુધીના બે વર્ષથી વધુ સમય સુધી પીડિતા પર બે ભાઈઓએ કથિત રીતે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે પીડિતા માત્ર 12 વર્ષની હતી. જ્યારે પીડિતા ગર્ભવતી બની અને એક છોકરાને જન્મ આપ્યો, ત્યારે તેણીને તેના બાળકને છોડી દેવાની ફરજ પડી હતી, જેને પાછળથી દંપતીએ દત્તક લીધું હતું.

આ પણ વાંચો - Sabarkantha Rape Case: સાબરકાંઠાના ઇડરમાં અસ્થિર મગજની યુવતી ઉપર દુષ્કર્મ, પોલીસે તપાસ હાથ ધરી

28 વર્ષ બાદ મળશે ન્યાય - આરોપી ભાઈઓએ પિડીતાને FIR નોંધવા સામે ધમકી પણ આપી હતી. પીડિતા 2020 માં તેના પુત્રને મળી અને તેના પુત્રએ પોતાની માતાને ન્યાય માટે લડવા માટે સાથ પણ આપવાનું કહ્યું. પુત્રના કહેવાથી માતાએ આરોપી ભાઈઓ વિરુદ્ધ FIR નોંધાવી છે. ઘટનાના 28 વર્ષ પછી, ઉત્તર પ્રદેશ પોલીસે ડીએનએ ટેસ્ટ દ્વારા પુષ્ટિ કરી છે કે બન્ને આરોપીઓમાંથી એક તેના બાળકનો પિતા છે. જે બાદ આરોપી ભાઈઓ વિરુદ્ધ કેસની તપાસ કરવામાં આવી રહી છે અને તેમનો ભૂતકાળનો રેકોર્ડ પણ તપાસવામાં આવી રહ્યો છે. ગેંગ રેપ પીડિતાના પુત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે મારી માતાએ ઘણું સહન કર્યું છે અને તેને ન્યાય અપાવવા માટે અંતિમ શ્વાસ સુધી આ કેસ લડીશ.

આ પણ વાંચો - પાલનપુરમાં મધ્યપ્રદેશની શ્રમજીવી પરિણીતા પર દુષ્કર્મ

ABOUT THE AUTHOR

...view details