ગુજરાત

gujarat

હરિદ્વારમાં 5 દિવસમાં કોવિડના નવા 2,167 કેસ આવ્યા સામે, કુંભનું આયોજન રહેશે ચાલુ

આ સમયે મહાકુંભનું આયોજન થઇ રહ્યું છે અધિકારીઓએ જણાવ્યું છે કે કુંભ મેળો 30 એપ્રિલ સુધી ચાલશે. આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે.

By

Published : Apr 15, 2021, 7:53 PM IST

Published : Apr 15, 2021, 7:53 PM IST

હરિદ્વારમાં 5 દિવસમાં કોવિડના નવા 2,167 કેસ આવ્યા સામે
હરિદ્વારમાં 5 દિવસમાં કોવિડના નવા 2,167 કેસ આવ્યા સામે

  • 30 એપ્રિલ સુધી ચાલશે કુંભ મેળો
  • સ્થાનિક અધિકારીઓએ કરી જાહેરાત
  • મુખ્યપ્રધાને પણ આપ્યું સમર્થન

દહેરાદૂન: ઉત્તરાખંડમાં કોરોનાની સ્થિતિ બેહાલ છે સાથે જ કોરોનાથી મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. એવામાં હરિદ્વારમાં મહાકુંભમાં છેલ્લા 5 દિવસમાં કોરોનાના 2,167 કેસ સામે આવ્યા છે. ઉત્તરાખંડ સ્ટેટ કંટ્રોલ રૂમમાં 10 એપ્રિલે 254 કેસ, 12મીએ 408 કેસ, 13મીએ 594 કેસ અને 14મીએ 525 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. નવા આંકડા સાથે રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 10,000ને પાર કરી ગઇ છે તો આ તરફ ગુરુવારે 483 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 99,380ને પાર કરી ગયો છે, જ્યારે કુલ સંક્રમિતોનો આંક 1,14,024 છે. આ સ્થિતિમાં અધિકારીઓએ 30 એપ્રિલ સુધી કુંભના આયોજનની જાહેરાત કરી છે.

વધુ વાંચો:કેજરીવાલે લગાવ્યો વિકેન્ડ કરફ્યૂ, જરૂરી કામ માટે જાહેર થશે ઇ-પાસ

કુંભમાં જાન્યુઆરીની જગ્યાએ એપ્રિલમાં યોજાયો

અધિકારીઓએ જણાવ્યું હતું કે કુંભ મેળો જાન્યુઆરીમાં શરૂ થવાનો હતો પણ કોરોના સ્થિતિના કારણે એપ્રિલમાં યોજાવામાં આવ્યો છે. આ પહેલા હરિદ્વાર ખાતે મહાકુંભની બૈસાખી અને મેષ સંક્રાંતિ પર્વ પર ત્રીજા અને મુખ્ય સ્નાન યોજાયું હતું જેમાં શ્રદ્ધાળુઓની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી હતી. આ અંગે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથ સિંહે કોરોનાના વધતા મામલે નિવેદન આપ્યું હતું કે, "હરિદ્વારમાં ચાલતા કુંભ મેળાની સરખાણી નિજામુદ્દીન મરકજ સાથે ન કરવી જોઇએ. મરકજનો કાર્યક્રમ બંધ જગ્યામાં થયો હતો અને તેમાં વિદેશથી આવેલા લોકો પણ હતાં જ્યારે હરિદ્વારમાં આવેલા લોકો પોતાના છે. મરકજનો કાર્યક્રમ થયો ત્યારે કોરોના અંગે જાગરૂતતા હતી નહીં."

વધુ વાંચો:રેમડેસિવિર વિતરણ મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો, સીઆર પાટીલ વિરુદ્ધ પિટિશન દાખલ

ABOUT THE AUTHOR

...view details