ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મિત્રતા, પ્રેમ અને પછી બ્લેકમેલ કરીને જાણો કેવી રીતે લૂંટાયા 21 લાખ - love and then blackmail

સાયબર છેતરપિંડી (cyber fraud)ની ઘટનાઓ દેશભરમાં સતત વધી રહી છે. આવી જ એક ઘટના છે કર્ણાટક રાજ્યના હુબલીમા સામે આવી છે, જ્યાં એક પ્રોફેસરને હની ટ્રેપમાં ફસાવીને 21 લાખ રૂપિયાની ઠગાઇ (21 lakhs were cheated through friendship) કરવામાં આવી છે.

મિત્રતા, પ્રેમ અને પછી બ્લેકમેલ કરીને જાણો કેવી રીતે લૂંટાયા 21 લાખ
મિત્રતા, પ્રેમ અને પછી બ્લેકમેલ કરીને જાણો કેવી રીતે લૂંટાયા 21 લાખ

By

Published : Oct 14, 2022, 11:38 AM IST

કર્ણાટક: (Hubbli Dharwad fraud) નિવૃત્ત પ્રોફેસર સાથે મિત્રતા કર્યા પછી, એક મહિલાએ પ્રોફેસરના અશ્લીલ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને 21 લાખ રૂપિયાની ખંડણી માંગી. આ ઘટના હુબલી શહેરની છે. ધારવાડના એક નિવૃત્ત પ્રોફેસરે મહિલા પર વિશ્વાસ મૂકીને પૈસા ગુમાવ્યા હતા, તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અંજલિ શર્મા નામની મહિલા ધારવાડના એક પ્રોફેસરને વોટ્સએપ વીડિયો કોલ દ્વારા મળી હતી.

સાયબર ક્રાઇમ:(cyber crime) બાદમાં તેમની વચ્ચે મિત્રતા વધી હતી. બંનેએ વ્હોટ્સએપ પર પોતાના ખાનગી વીડિયો અને ફોટાની આપ-લે કરતાં હતા. તેઓએ વીડિયો કોલ પર પણ વાત કરી હતી. પરંતુ થોડા દિવસો બાદ મહિલાએ પ્રોફેસરના વીડિયો કોલનો પ્રાઈવેટ વીડિયો, ફોટા અને સ્ક્રીનશોટ બતાવીને તેમને 3 લાખ રૂપિયા ચૂકવવા માટે બ્લેકમેલ કર્યા હતા. બાદમાં, વિક્રમ નામનો તેણીનો સાથી સાયબર પોલીસ અધિકારી હોવાનો દાવો કરીને પ્રોફેસરને ફોન કરે છે. (honey trap)

ફરિયાદ: પીડિતાએ આપેલી ફરિયાદ મુજબ, વિક્રમે પ્રોફેસરને કહ્યું કે, 'હું અંજલીને ઓળખું છું, જેણે તમને બ્લેકમેલ કર્યો હતો. હું તમારા ફોટા અને વીડિયો દૂર કરવામાં મદદ કરીશ. પરંતુ આ માટે તમારે મને 5 લાખ ચૂકવવા પડશે. પ્રોફેસરે વિક્રમની વાત માની અને તેને તેના બેંક એકાઉન્ટ વિશે જણાવ્યું.પ્રોફેસરની બેંક ખાતાની વિગતો મેળવ્યા બાદ તેણે પ્રોફેસરને વારંવાર ધમકાવીને તેના ખાતામાં 21 લાખ રૂપિયા ઓનલાઈન સ્ટેપ બાય સ્ટેપ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. આ અંગે હુબલ્લી સાયબર પોલીસ સ્ટેશનમાં કેસ (cyber complain) નોંધવામાં આવ્યો છે. (21 lakhs online fraud)

ABOUT THE AUTHOR

...view details