- અસ્થાયી રામ મંદિરમાં પંચમીથી રામલલાનો ઝૂલા ઉત્સવ શરૂ થશે
- ભક્તો રામ ઝરોખાથી અયોધ્યામાં નિર્માણ પામેલા રામલલા મંદિરના દર્શન કરી શકશે
- રામલલા માટે ખાસ ચાંદીનું પારણું બનાવવામાં આવ્યું છે
અયોધ્યા: રામ નગરી અયોધ્યામાં 11 ઓગસ્ટથી ઝુલા મેળાનો પ્રારંભ થયો છે. તો ત્યાં જ, શ્રાવણમાં પ્રથમ વખત રામલલાને 21 કિલો ચાંદીના પારણામાં ઝૂલવવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, અસ્થાયી મંદિરમાં બિરાજમાન રામલલા માટે ટ્રસ્ટ દ્વારા 21 કિલો ચાંદીનું પારણું બનાવવામાં આવ્યું છે. અસ્થાયી રામ મંદિરમાં પંચમીથી રામલલાનો ઝૂલા ઉત્સવ શરૂ થશે. આ દરમિયાન ભક્તો રામ ઝરોખાથી અયોધ્યામાં નિર્માણ પામેલા રામલલા મંદિરના દર્શન કરી શકશે.
આ પણ વાંચો- પોરબંદરના પૌરાણિક બહુચરાજી મંદિરમાં 30 KG લાડુથી ગોખ ભરવાનો ઉત્સવ યોજાયો
રામલલા માટે ખાસ ચાંદીનું પારણું બનાવવામાં આવ્યું છે
આવું પહેલીવાર થઈ રહ્યું છે કે, રામલલા માટે ખાસ ચાંદીનું પારણું બનાવવામાં આવ્યું છે. પારણાનો ફોટો શેર કરતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે કહ્યું કે, આ વખતે રામલલા રક્ષાબંધન સુધી આ ખાસ પારણામાં ઝૂલશે. આ પારણાની ઉંચાઈ 5 ફૂટ છે. ઉલ્લેખનિય છે કે, પરંપરા અનુસાર, અયોધ્યામાં દર વર્ષે શ્રાવણ શુક્લ તૃતીયા પર ઝુલન મહોત્સવ શરૂ થાય છે. આ પ્રસંગે અયોધ્યાના તમામ મુખ્ય મંદિરોમાંથી વિગ્રહો પાલખીમાં મણિ પર્વત પર જાય છે. ત્યાં જ ઝૂલા ઝૂલે છે.