- વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી હતી - SIT
- ઝાકિયા જાફરીએ SITની ક્લીનચીટને પડકારી છે
- અમે અમારું કામ કર્યું, કોઈ સંમત થઈ શકે છે અને કોઈ અસંમત - મુકુલ રોહતગી
નવી દિલ્હી: સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT gujarat riots 2002 )એ બુધવારે સુપ્રીમ કોર્ટ (supreme court)ને જણાવ્યું હતું કે, તે કોઈને બચાવી રહી નથી અને 2002ના ગુજરાત રમખાણો (gujarat riots 2002) દરમિયાન મોટા ષડયંત્રનો આક્ષેપ કરનાર ઝાકિયા જાફરી (zakia jafri )ની ફરિયાદ પર ખૂબ જ સંપૂર્ણ અને અસરકારક રીતે તપાસ હાથ ધરી છે.
ઝાકિયા જાફરીએ ક્લીનચીટને પ઼કારી
SITએ જણાવ્યું હતું કે, ખૂબ જ વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં તેણે 275 વ્યક્તિઓની તપાસ કરી હતી અને ઝાકિયા જાફરી (zakia jafri gujarat riots)ના આરોપ મુજબ કોઈ મોટું ષડયંત્ર હોવાનું તારણ કાઢવા માટે કોઈ સામગ્રી નથી. 28 ફેબ્રુઆરી, 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટી (gulbarg society ahmedabad)માં હિંસા દરમિયાન (2002 gujarat riots case) માર્યા ગયેલા કોંગ્રેસના નેતા એહસાન જાફરી (congress leader ehsan jafri)ની પત્ની ઝાકિયા જાફરીએ તોફાનો દરમિયાન ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને SITની ક્લીનચીટને પડકારી છે.
અમે અમારું કામ કર્યું છે. કોઈ સંમત થઈ શકે છે અને કોઈ અસંમત - મુકુલ રોહતગી