- ન્યૂયોર્કમાં થયેલા 9/11 આતંકવાદી હુમલાના ઘંટના અવાજ આજે પણ ગુંજી રહ્યા છે
- 20 વર્ષ બાદ પણ આરોગ્ય પર તેની અસર જોવા મળી રહી છે
- ઘણા લોકો આજે પણ માનસિક સ્વાસ્થ્ય બીમારીથી પડાઇ રહ્યા છે
હૈદરાબાદ: 11 સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્કમાં સૌથી ઉંચા 110 માળના ટ્વીન ટાવર સાથે જહાજ અથડાયા બાદ થયેલા 9/11 આતંકવાદી હુમલા થયો હતો. જેના ઘંટ હજુ પણ વાગી રહ્યા છે, ત્યારે જે કામદારો 9/11 ના રાહત અને બચાવ કામદારોમાં સામેલ હતા હજૂ પણ તે આતંકવાદી હુમલાના 20 વર્ષ બાદ પણ ગંભીર આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
9/11ના આતંકવાદી હુમલાનું દશ્ય હજૂ પણ ભૂસાયુ નથી
ન્યૂયોર્કમાં સૌથી ઉંચા 110 માળના ટ્વીન ટાવર સાથે જહાજ અથડાયા બાદ થયેલા આતંકી હુમલાની ઘટના બાદ બચાવ પુન:પ્રાપ્તિ અને સફાઈ કામગીરી દરમિયાન 91,000 થી વધુ કર્મચારીઓ તેમા જોડાયેલા હતા. જેઓની આંખમાં આજે પણ તે દશ્ય ભૂસાણુ નથી જેમના શરિર આજે પણ તે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. 21 માર્ચ, 2021 સુધીમાં, વર્લ્ડ ટ્રેડ સેન્ટર આરોગ્ય કાર્યક્રમમાં આશરે 80,785 બચાવ કાર્યકરો નોંધાયા હતા. જે હુમલા બાદ તેમના સ્વાસ્થ્યની દેખરેખ અને સારવાર માટે રચવામાં આવ્યા હતા. એરીથ સ્મિથ, બ્રિગિડ લાર્કિન અને એડિથ કોવાન યુનિવર્સિટીના લિસા હોમ્સનું કહેવું છે કે, આ આરોગ્ય રેકોર્ડની તપાસના આધારે આપણું સંશોધન બતાવે છે કે બચાવ કાર્યકરો હજુ પણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
શ્વાસની તકલીફ, કેન્સર, માનસિક બીમારી જેવી સમસ્યાઓ
એરીથ સ્મિથ, બ્રિગિડ લાર્કિન અને એડિથ કોવાન યુનિવર્સિટીના લિસા હોમ્સનુંં કહેવું છે, અમને જાણવા મળ્યું છે કે આરોગ્ય કાર્યક્રમના 45 ટકા ઉત્તરદાતાઓને શ્વસન-પાચન રોગો છે. કુલ 16 ટકાને કેન્સર છે અને અન્ય 16 ટકાને માનસિક સ્વાસ્થ્ય બીમારી છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા ઉત્તરદાતાઓમાંથી, માત્ર 40 ટકા 45 થી 64 વર્ષની વયના છે અને 83 ટકા પુરુષો છે.
તીવ્ર આઘાતજનક ઇજાઓના કારણે મૃત્યુમાં 6 ગણો વધારો થયો છે