ગોલપારા, આસામ:અલ કાયદા ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) અને અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT) આતંકવાદી જૂથો સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકવાદીઓને આસામ પોલીસે શનિવારે ગોલપારા જિલ્લામાંથી ધરપકડ (suspected terrorists Of Al Qaeda) કરી હતી. ધરપકડ કરાયેલા શકમંદોની ઓળખ ઈમામ અબ્દુસ સુભાન અને જલાલુદ્દીન શેખ તરીકે થઈ છે. ગોલપારા જિલ્લા પોલીસ અધિક્ષક (SP) વી.વી. રાકેશ રેડ્ડીએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત બે વ્યક્તિઓની કલાકોની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. Ansarullah Bangla Team
આ પણ વાંચો:ઘટનાને અંજામ આપે તે પહેલા ચાર આતંકીઓની ધરપકડ કરાઇ
શકમંદો પાસેથી જેહાદી તત્વો મળ્યા :એસપીએ વધુમાં કહ્યું કે, “અમને આ વર્ષે જુલાઈમાં ધરપકડ કરાયેલા અબ્બાસ અલી પાસેથી ઇનપુટ મળ્યા છે, જે જેહાદી તત્વો સાથે પણ સંકળાયેલા છે. આ પૂછપરછ દરમિયાન, અમને જાણવા મળ્યું કે તેઓ આસામમાં AQIS/ABTના બારપેટા અને મોરીગાંવ મોડ્યુલ સાથે સીધા જોડાયેલા હતા. આરોપીઓની ઘરની તલાશી દરમિયાન, ઘણી ગુનાહિત સામગ્રી, પોસ્ટર, પુસ્તકો, મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને અલ કાયદા સાથે જોડાયેલા આઈડી કાર્ડ, જેહાદી તત્વો સહિત અન્ય દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. terrorist groups AQIS