આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
- 3 લોકસભા અને 30 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો જાહેર થશે
ત્રણ લોકસભા અને 30 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર કરવામાં આવશે. આ પેટાચૂંટણીઓ મહત્વપૂર્ણ છે, કારણ કે તે એક કે બે રાજ્યોમાં નહીં, પરંતુ દેશના 15 અલગ-અલગ ભાગો અને અલગ-અલગ રાજ્યોમાં યોજાઈ હતી. 2022માં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ વર્ષના શરૂઆતના મહિનામાં યોજાવાની છે. આ રાજ્યોમાં યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરનો સમાવેશ થાય છે.
- આજેથી જીગ્નેશ મેવાણી દલિતોના અધિકાર માટે આંદોલન કરશે
કચ્છમાં દલિતોના મંદિર પ્રવેશને લઈને થયેલા ઘટનામાં બાદ મામલો ગરમાયો છે. હુમલાની ઘટના બાદ જીગ્નેશ મેવાણીએ જાહેરાત કરી છે કે, તેઓ 2 નવેમ્બરથી ગુજરાતમાં દલિતોના અધિકાર માટે આંદોલન કરશે. જો કે આ કેસમાં ગુજરાત સરકારે 6 લોકોને 21 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, આજે કચ્છ ખાતે પીડિત પરિવારની મુલાકાતે પણ ગયા હતા. Click Here...
ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
- ગાંધીનગરની ગ્રાહક કોર્ટે ખેડૂતોના સમર્થનમાં ચૂકાદો આપ્યો
ગ્રાહક કોર્ટે (Consumer Court ) ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. દુધમંડળીના સામાન્ય લોકોના ઇન્સ્યોરન્સના ક્લેમની રકમ ન ચૂકવાઇ હોય તેવા 1306 લોકોને (Farmers Banaskantha) પોલિસીની રકમ ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. મહત્વનું છે કે બનાસકાંઠાના 1306 ખેડૂતો અને દૂધ ઉત્પાદકોએ અગાઉ બનાસડેરી મારફતે LICની પોલિસી (LIC Policy) લીધી હતી. આ બાદ, લોકો પાસેથી પોલિસીના હપ્તા લઈ લીધા બાદ ક્લેમ તરીકે રકમ પરત અપાઈ ન હતી. જેની સામે ગ્રાહક કોર્ટમાં કેસ જતા કોર્ટે દૂધ ઉત્પાદકોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. Click Here...
- ગાંધી મેદાન બોમ્બ બ્લાસ્ટ કેસમાં NIA કોર્ટે નિર્ણય લીધો
27 ઓક્ટોબર 2013ના રોજ પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં થયેલા ગાંધી મેદાન બોમ્બ બ્લાસ્ટ કેસમાં (Gandhi Maidan Bomb Blast Case) NIA કોર્ટે સજાની સંભળાવી કરી છે. કોર્ટે (NIA Court) તમામ 9 દોષિતોને સજા સંભળાવી છે. ગાંધી મેદાન સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં NIA કોર્ટે તમામ 9 આરોપીઓને સજા સંભળાવી છે. NIA કોર્ટના સ્પેશિયલ જજ ગુરવિંદર સિંહ મલ્હોત્રાએ 4 આરોપીઓને ફાંસીની સજા, 2ને આજીવન કેદ, 2ને 10-10 વર્ષ અને 1ને 7 વર્ષની સજા સંભળાવી. Click Here...
- મુખ્યમંત્રીપદના ચહેરા અખિલેશે કહ્યું કે તેઓ વિધાનસભાની ચૂંટણી લડશે નહીં
સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવે (AKHILESH YADAV) સોમવારે કહ્યું કે તેઓ આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડશે નહીં. અખિલેશે એમ પણ કહ્યું કે ચૂંટણી માટે તેમની પાર્ટી (SP) અને રાષ્ટ્રીય લોકદળ (RLD) વચ્ચે ગઠબંધનને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. સપાના વડાએ આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે આરએલડી સાથે અમારું ગઠબંધન અંતિમ છે. સીટની વહેંચણીને હજુ ફાઈનલ કરવાની બાકી છે. Click Here...
સુખીભવ:
- Oil Pulling એટલે કે તેલના કોગળાથી મોં અને પેટ સ્વસ્થ રહે છે
આયુર્વેદ ચિકિત્સાની એક એવી શાખા છે જ્યાં દવાઓ સિવાય, અન્ય ઘણી પદ્ધતિઓ શરીરના રોગોને દૂર કરવા ઉપરાંત શરીરની તંદુરસ્તી પણ જાળવી રાખે છે. આ શાખાઓમાં પંચકર્મ જેવી વિવિધ ક્રિયાઓ દ્વારા શરીરને શુદ્ધ કરવાનું કામ પણ કરવામાં આવે છે, જેથી શરીરમાં રહેલા હાનિકારક અને ઝેરી તત્વોને શરીરમાંથી બહાર કાઢી શકાય. તેલના કોગળા કરવા ( Oil Pulling ) એ પણ એવી જ એક શુદ્ધિકરણ પ્રક્રિયા છે. જેના દ્વારા મોંના હાનિકારક બેક્ટેરિયાને દૂર કરીને દાંત અને પેઢાં સહિત સમગ્ર મોંની એકંદર આરોગ્ય જાળવવાના પ્રયાસો કરવામાં આવે છે. Click Here...
સાયન્સ
- COVID-19 દ્વારા રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે બદલાય છે
મ્યુનિકની લુડવિગ મેક્સિમિલિયન યુનિવર્સિટીના સંશોધકો (corona virus researcher) કહે છે કે COVID-19 રક્તમાં ચોક્કસ પ્રકારના રોગપ્રતિકારક કોષોની સંખ્યા અને કાર્યાત્મક ક્ષમતા ઘટાડે છે. આ ગૌણ ચેપના પ્રતિભાવોને અસર કરી શકે છે, જેના તારણો PLOS પેથોજેન્સ જર્નલમાં પ્રકાશિત થયા હતા. SARS-CoV-2 કોરોનાવાયરસ ચેપગ્રસ્ત લોકોમાંથી 3-10 ટકામાં મધ્યમથી ગંભીર રોગનું કારણ બને છે. આવા કિસ્સાઓમાં, રોગપ્રતિકારક તંત્ર (IMMUNE SYSTEM ) વાઈરસ પર વધુ પડતી પ્રતિક્રિયા આપે છે, જે એક અપ્રિય જન્મજાત રોગપ્રતિકારક પ્રતિભાવને ઉત્તેજિત કરે છે જે પ્રણાલીગત બળતરા, ઇન્ટ્રાવાસ્ક્યુલર રક્ત ગંઠાઈ જવા અને કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમને નુકસાન દ્વારા વર્ગીકૃત થયેલ છે. Click Here...