નવી દિલ્હી: મુંબઈ અને તેના ઉપનગરોમાં ભારે વરસાદ પડવાથી થોડા જ કલાકોમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલીક જગ્યાએ વાહન વ્યવહાર ખોરવાયો હતો. પૂર્વ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થયો હતો, જ્યારે રાજ્યના કેટલાક અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો. રાજ્યમાં માઉન્ટ આબુ અને પ્રતાપગઢમાં સૌથી વધુ આઠ સેન્ટિમીટર વરસાદ (Mount Abu Received Eight Centimeters Of Rain) નોંધાયો છે.
મધ્યપ્રદેશમાં વીજળી પડતાં 3 વિદ્યાર્થીઓના મોત :રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જોકે, શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વાહનવ્યવહારને અસર થઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લઘુત્તમ તાપમાન 26.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા એક ડિગ્રી ઓછું હતું. તે જ સમયે, સવારે 8:30 વાગ્યે હવામાં ભેજનું પ્રમાણ 93 ટકા હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, મંગળવારે સવારે 8 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં બે મિમી વરસાદ નોંધાયો છે. મધ્યપ્રદેશના અગર માલવા જિલ્લાના સોયતખુર્દમાં મંગળવારે બપોરે વીજળી પડતાં સરકારી શાળાના 3 વિદ્યાર્થીઓના (3 Students Death In Lightning Strike In MP) થયા હતા અને અન્ય ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. મંગળવારે ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો કારણ કે છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં વધુ 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 1 જૂનથી રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 69 લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ પણ વાંચો:વરસાદે ક્યાંક લીધો વિરામ તો ક્યાંક હજી પણ અનરાધાર
સૌરાષ્ટ્રના કચ્છ અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ :રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી કુલ 27,896 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી 18,225 હજુ પણ આશ્રય ગૃહોમાં છે અને બાકીના લોકો તેમના ઘરે પરત ફર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે અને સોમવાર રાતથી સૌરાષ્ટ્રના કચ્છ અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ, મંગળવારે સવારે 6 વાગ્યાથી કચ્છના અંજાર તાલુકામાં 6 કલાકમાં 167 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે જીલ્લાના ગાંધીધામ તાલુકામાં 145 મીમી વરસાદ નોંધાયો હતો.
નર્મદા જિલ્લામાં 21 લોકોને બચાવ્યા :દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, વલસાડ અને તાપી જિલ્લા તેમજ રાજ્યના મધ્ય ભાગમાં આવેલા પંચમહાલ અને છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગએ (IMD) બુધવારે સવાર સુધી સૌરાષ્ટ્રના વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લાઓ તેમજ કચ્છ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વાનુમાન 'રેડ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદ ચાલુ હોવાથી પૂર્ણા અને અંબિકા નદીઓ વહેતી થઈ છે, જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. સંયુક્ત ઓપરેશનમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સએ (SDRF) સોમવારે રાત્રે નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક કર્ઝન નદીના કિનારે પાણીમાં અચાનક વધારો થવાથી ફસાયેલા 21 લોકોને બચાવ્યા હતા.
નાસિક, પાલઘર અને પુણે જિલ્લામાં રેડ એલર્ટ : જાહેરમહારાષ્ટ્રના ઘણા ભાગોમાં અવિરત વરસાદને કારણે થયેલા અકસ્માતોમાં 3 બાળકો સહિત ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે અને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 95 લોકોને બચાવી લેવાયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યના પીડિત જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની (NDRF) 13 ટીમો અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ત્રણ ટીમો તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ નાસિક, પાલઘર અને પુણે જિલ્લામાં અતિશય વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે મંગળવારે નાસિક શહેરમાં શાળાઓ અને કોલેજો બંધ રહી હતી અને લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ જવા માટે કહેવામાં આવ્યું હતું, અધિકારીઓએ જણાવ્યું હતું.