ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જાણો મે મહિનામાં Covid-19ને કારણે આ એરલાઇન્સના કુલ 17 પાઇલટ્સના થયા મોત - ઈન્ડિગો

દેશમાં કોરોના વાઈરસની બીજી લહેરના પ્રકોપ દરમિયાન મે મહિનામાં એર ઈન્ડિયા (Air India), ઈન્ડિગો (Indigo) અને વિસ્તારા એરલાઈન (Vistara Airlines)ના કુલ 17 પાઈલટ્સના મોત થયા છે. આ માહિતી ગુરૂવારના રોજ સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ હતી.

Covid-19
Covid-19

By

Published : Jun 4, 2021, 10:14 AM IST

  • Covidને કારણે એરલાઇન્સના કુલ 17 પાઇલટ્સના થયા મોત
  • એર ઈન્ડિયાના પાંચ વરિષ્ઠ પાઇલટ્સના મોત
  • ઈન્ડિગો દરેક મૃત પાયલોટના પરિવારને 5 કરોડ રૂપિયા આપશે

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસની બીજી લહેરના પ્રકોપ દરમિયાન મે મહિનામાં એર ઈન્ડિયા(Air India), ઈન્ડિગો (Indigo) અને વિસ્તારા એરલાઈન (Vistara Airlines)ના કુલ 17 પાઈલટ્સના મોત થયા છે.વિમાનન ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈન્ડિગોના 10 પાઇલટ્સ અને વિસ્તારાના બે પાઇલટ્સના મૃત્યુ થયા છે. એર ઈન્ડિયાના અધિકારીઓએ કહ્યું કે, તેના પાંચ વરિષ્ઠ પાઇલટ્સના મોત કોવિડને કારણે થયા છે, જેમાં કેપ્ટન હર્ષ તિવારી, કેપ્ટન જીપીએસ ગિલ, કેપ્ટન પ્રસાદ કર્માકર, કેપ્ટન સંદીપ રાણા અને કેપ્ટન અમિતેશ પ્રસાદનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: કોંગ્રેસના પ્રદેશ સેક્રેટરીએ કચ્છમાં કોરોનાથી 9000 લોકોનાં મોત નિપજ્યાનો ચોંકાવનારો દાવો કર્યો

ઈન્ડિગોના કુલ 35,000 કર્મચારીઓમાંથી આશરે 20,000 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો

ઈન્ડિગોએ પાઈલટ્સના મોત અંગે કંઈ જ કહ્યું નથી પરંતુ કંપનીએ જણાવ્યું કે, કુલ 35,000 પાત્ર કર્મચારીઓમાંથી આશરે 20,000 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ નિવેદનમાં ઈન્ડિગોના વરિષ્ઠ ઉપપ્રમુખ અને માનવ સંસાધન વડા રાજ રાઘવને જણાવ્યું કે, તેઓ જૂનના મધ્યભાગ સુધીમાં તમામ કર્મચારીઓને રસી આપવા માટે પ્રતિબદ્ધ છે.

ઈન્ડિગો દરેક મૃત પાયલોટના પરિનારને 5 કરોડ રૂપિયા આપશે

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ, ઈન્ડિગો (Indigo) પાસે એક મજબુત કલ્યાણ યોજના અને પરોપકારી નીતિ છે જેના મુજબ દરેક મૃત પાયલોટના પરિવારને 5 કરોડ રૂપિયા આપવામાં આવશે. તેઓએ કહ્યું કે, મહામારીની પ્રથમ લહેરમાં ઈન્ડિગોના કેટલાક પાયલોટ સંક્રમિત થયા હતા જ્યારે બીજી લહેરમાં લગભગ 450 પાઈલોટ કોરોનાને કારણે બિમાર થયા હતા.

આ પણ વાંચો:કોરોનાની બીજી લહેરની સામે માનવી બન્યો લાચાર, પત્તાના મહેલની જેમ ભાંગી રહ્યા છે પરિવાર

વિસ્તારા અને એરએશિયા ઇન્ડિયા જેવી ખાનગી વિમાન કંપનીઓએ પણ કર્મચારીઓને આપ્યો છે રસીનો પ્રથમ ડોઝ

વિસ્તારા અને એરએશિયા ઇન્ડિયા (AirAsia India) જેવી ખાનગી વિમાન કંપનીઓએ અત્યાર સુધીમાં COVID-19 રસીનો પ્રથમ ડોઝ અનુક્રમે 99 અને 96 ટકા તેમના પાત્ર કર્મચારીઓને આપ્યો છે. જે લોકો COVID-19 ની સારવાર લઈ રહ્યા છે અથવા કોરોના વાઈરસના સંક્રમણથી સ્વસ્થ થયા છે તેઓ રસીકરણ માટે યોગ્ય નથી માનવામાં આવતા.

મહિનાના અંત સુધીમાં તેના તમામ કર્મચારીઓને એન્ટી કોવિડ રસી અપાશે: એર ઇન્ડિયા

આ સાથે જ એર ઇન્ડિયાએ વેક્સિન ન મળવાના કારણે વિલંબ બાદ 15 મેથી તેના કર્મચારીઓનું રસીકરણ શરૂ કરી દીધું છે. અધિકારીઓએ જણાવ્યું કે, એર ઇન્ડિયાએ 4 મેના રોજ કહ્યું હતું કે, તે મહિનાના અંત સુધીમાં તેના તમામ કર્મચારીઓને એન્ટી કોવિડ રસી આપશે કારણ કે પાઇલટ્સ યુનિયન દ્વારા ફ્લાઇટ ક્રૂના સભ્યોને પ્રાથમિકતાના આધારે રસીકરણની માગ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details