- ભારતમાં કોરોનાનો કહેર યથાવત્
- ન્યાયાધીશો પણ કોરોના પોઝિટિવ
- જુલાઈની તમામ સુનાવણી રાખી મુલતવી
નવી દિલ્હી: ભારતમાં કોરોનાનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચેપગ્રસ્ત લોકોની સંખ્યા દરરોજ વધી રહી છે. કોરોના વાઈરસને કારણે હોસ્પિટલોમાં પથારી, દવા અને ઓક્સિજનના અભાવ વચ્ચે ચકચાર મચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, દેશમાં કોરોના વાઈરસના 3,14,835 નવા કેસો આવ્યા પછી, પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,59,30,965 હતી. 2,104 જેટલા વધારે મૃત્યુ પછી, મૃત્યુઆંકની કુલ સંખ્યા વધીને 1,84,657 થઈ ગઈ છે. દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 22,91,428 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા 1,34,54,880 છે.
આ પણ વાંચો:જામનગરમાં કુંભ મેળામાંથી પરત આવેલા 5 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ