- મુંબઈમાં વરસાદે મચાવી તબાહી
- ચેમ્બુરમાં દિવાલ થઈ ધરાશાયી
- દુર્ઘટનામાં 30 લોકોનાં થયા મોત
મુંબઈ:ભારે વરસાદ ફરી એકવાર માયાનગરી મુંબઈ માટે આપત્તિ બની ગયો છે. મુંબઇમાં રાતથી ભારે વરસાદને કારણે સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. શહેરના રસ્તાઓ પર પૂરની પરિસ્થિતિ જોવા મળી રહ્યી છે. મુંબઈમાં થયેલા ભારે વરસાદને પગલે ચેમ્બુર (Chembur) માં દિવાલ ધરાશાયી થવાના સમાચાર સામે આવ્યા છે. આ દરમિયાન વિક્રોલી (Vikhroli) માં પણ ભારે વરસાદને પગલે બિલ્ડિંગ ધરાશાયી થતા 3 લોકોના મોત થયા છે.
કાટમાળ નીચે દબાય જતાં 17 લોકોનાં મોત
ચેમ્બુરમાં દિવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાય જતાં 17 લોકોનાં મોત નીપજ્યાં છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્કયુ ઓપરેશન હજુ ચાલુ છે.
વિક્રોલીમાં બિલ્ડિંગ ધરાશાયી થતાં 6ના મોત
મૂંબઈમાં ભારે વરસાદને પગલે વિક્રોલીમાં એક બિલ્ડિંગ ધરાશાયી (Vikhroli building collapse)થઈ છે. આ બિલ્ડિંગનાં કાટમાળ નીચે દબાય જતાં લગભગ 6 લોકોના મોત થયા છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હજૂ પણ ચાલુ છે.