ગુજરાત

gujarat

By

Published : Nov 17, 2022, 3:25 PM IST

Updated : Nov 17, 2022, 3:47 PM IST

ETV Bharat / assembly-elections

માંજલપુર બેઠક પરથી યોગેશ પટેલને ટિકિટ, ભાજપે નિર્ણયમાં લીધી છૂટછાટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) મતદાન દિવસ નજીક આવતા જ અનેક પ્રકારના સમીકરણ રચાઈ રહ્યા છે. ખાસ કરીને ઉમેદવાર અને ટિકિટને લઈને ધીમે ધીમે સસ્પેન્સ ખૂલી રહ્યા છે. કોઈની (BJP Candidates list) કપાત થઈ છે તો કોઈ નવાની એન્ટ્રી થઈ રહી છે. જોકે, નો રીપિટ થિયરી આ ચૂંટણીમાં નથી જોવા મળી. આ સાથે હકીકત એવી પણ છે કે ભાજપે પોતાના જ નિર્ણયમાં છૂટછાટ લઈ લીધી છે. 76 વર્ષના ઉમેદવાર યોગેશ પટેલને ટિકિટ આપીને (Vadodara BJP) ભાજપે ફરી મજબુતી મેળવી છે.

ગુજરાતમાં ટોપ ઓફ ઘી ટાઉન બનેલ માંજલપુર બેઠક પર કોકડું ઉકેલાયું
ગુજરાતમાં ટોપ ઓફ ઘી ટાઉન બનેલ માંજલપુર બેઠક પર કોકડું ઉકેલાયું

વડોદરાઃગુજરાત વિધાનસભાની ચૂંટણીનો મતદાન દિવસ જેમ જેમ (Gujarat Assembly Election 2022) નજીક આવી રહ્યો છે. એમ ગુજરાતની રાજનીતિના સમીકરણ યુદ્ધના ધોરણે બદલી રહ્યા છે. ક્યાંક રાજીનામું તો ક્યાંક ટિકિટને લઈને આંતરિક રોષની ઘટના સામે આવી રહી છે. પણ આ વખતેની ચૂંટણીમાં ભાજપના અણધાર્યા પ્રયોગ જોવા મળી રહ્યા છે. 75 વર્ષથી ઉપરના ઉમેદવારને કોઈ ટિકિટ નહીં એવું ભાજપનું સ્પષ્ટ કહેવું હતું. પણ હવે તેમણે 76 વર્ષના યોગેશ પટેલને ટિકિટ આપી છે. જેઓ માંજલપુર વિધાનસભા બેઠક પરથી જંગ લડશે.

માંજલપુર બેઠક પરથી યોગેશ પટેલને ટિકિટ, ભાજપે નિર્ણયમાં લીધી છૂટછાટ

કોણ છે યોગેશ પટેલઃયોગેશ પટેલ ચાર વખત વડોદરાના રાવપુરામાંથી (Vadodara Raopura seat) ચૂંટાઈ આવ્યા છે. સાત વાર ચૂંટણી લડ્યા છે અને હવે આઠમી વખત ચૂંટણી મેદાને પડી રહ્યા છે. બે ટર્મથી તેઓ માંજલપુર બેઠક પરથી ચૂંટાતા હતા. હવે આઠમી વખત પાર્ટીએ તક આપતા ભાજપ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે. બીજી તરફ વાત એ પણ નોંધવા જેવી છે કે, યોગેશ પટેલની ઉંમર 76 વર્ષ છે. ભાજપની અગાઉ એવી સ્પષ્ટતા હતી કે, કોઈ ઉમેદવાર જેની ઉંમર 75 વર્ષ છે એને કોઈ રીતે ટિકિટ નહીં આપે. પણ છેલ્લે સુધી સસ્પેન્સ રાખ્યા બાદ માંજલપુરની બેઠકનો નિર્ણય જાહેર થતા યોગેશ પટેલનું નામ ખુલ્યું હતું. યોગેશ પટેલની એક સ્વચ્છ છબીની અસર ભાજપ (Vadodara BJP Team) હાઈકમાન્ડે લીધી એવું આ પરથી કહી શકાય છે.

યોગેશ પટેલનું નિવેદનઃમીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ પાટીલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હું અવશ્ય ઉમેદવારી પત્રક ભરીશ. હકીકત એવી પણ છે કે, આ બેઠક માટે છેલ્લા દિવસ સુધી રાહ જોવામાં આવી હતી. અંતે યોગેશ પટેલને ફોન આવી જતા નક્કી થઈ ગયું હતું. વડોદરાની પાંચ બેઠક થયા બાદ પણ તેઓ બે વખત ચૂંટણી જીત્યા છે. માંજલપુર બેઠક પર દરેક યાદી વખતે એક કશ્મકશ ચાલી રહી હતી. હવે ભાજપના નિર્ણય પર ચર્ચા થઈ રહી છે કે, 75 વર્ષથી ઉપરના ઉમેદવારને ટિકિટ તો મળી ગઈ છે.

સિનિયર પાસે લેખિત જવાબઃભાજપે 75 વર્ષ થી વધુ ની ઉંમરના આગેવાનને ટિકિટ આપવી નહીં તેવો નિયમ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો પાસે પોતે ચૂંટણી લડશે નહીં તેવી લેખિતમાં બાંહેધરી પણ પક્ષ દ્વારા લેવામાં આવી હતી. માંજલપુર ની બેઠક પરથી ભાજપના ઉમેદવાર યોગેશ પટેલની ઉંમર 76 વર્ષની હોવાથી તેઓને ટિકિટ મળશે નહીં તેમ સ્પષ્ટ જણાઈ આવતું હતું પરંતુ યોગેશ પટેલે પક્ષને હું ચૂંટણી લડીશ નહીં તેવી કોઈ લેખિતમાં બાહેધરી આપી નહીં અને અપક્ષ ચૂંટણી લડશે તેવી અટકળ શરૂ થઈ હતી.

માંજલપુર વિધાનસભાનું ગણિતઃ

માંજલપુર (145) વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ (gujarat elections preparation) થઈ ગઈ છે તેવામાં ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) જાહેર થાય તે સ્વાભાવિક છે. રાજ્યમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. તેમાં વડોદરા જિલ્લામાં વિધાનસભાની કુલ 10 બેઠકો પૈકી 5 બેઠકો શહેર અને 5 બેઠકો ગ્રામ્યમાં આવેલી છે. શહેરની 5 બેઠાકો પૈકી માંજલપુર વિધાનસભા બેઠક (Manjalpur Assembly Seat) રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન અને વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલ (yogesh patel mla vadodara) છેલ્લા 7 ટર્મથી ચૂંટાતા આવ્યા છે અને આ બેઠકનું અસ્તિત્વ વર્ષ 2012માં આવ્યું તેઓ 2 ટર્મથી ચૂંટાયા છે. આ જનરલ બેઠક છેલ્લા 2 ટર્મથી ભાજપ હસ્તક જ છે.

ગુજરાતમાં ટોપ ઓફ ઘી ટાઉન બનેલ માંજલપુર બેઠક પર કોકડું ઉકેલાયું

મતદારોની સંખ્યા:મતદારોની સંખ્યા માંજલપુર વિધાનસભા જનરલ બેઠક (Manjalpur Assembly Seat) પર કુલ 2,32610 મતદારો નોંધાયા (vadodara voter) છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 1,11,872 છે. તો સ્ત્રી મતદારોની સંખ્યા 1,20,737 છે. આ બેઠકમાં વડોદરા તાલુકાના કેટલાક ભાગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં તમામ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. હાલમાં આ બેઠક પર મતદારો ભાજપશાસિત હોય તેવું લાગી રહ્યું છે.

ગુજરાતમાં ટોપ ઓફ ઘી ટાઉન બનેલ માંજલપુર બેઠક પર કોકડું ઉકેલાયું

છેલ્લા 2 ટર્મથી ભાજપ: માંજલપુર વિધાનસભા બેઠક (Manjalpur Assembly Seat) છેલ્લા 2 ટર્મથી ભાજપ હસ્તક જ છે. વર્ષ 2012માં વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન યોગેશ પટેલ (yogesh patel mla vadodara) ભાજપ પક્ષ અને ચિન્નમ ગાંધી કૉંગ્રેસ તરફથી ચૂંટણી (Gujarat Assembly Election 2022) લડ્યા હતા. તે વખતે ધારાસભ્ય યોગેશ (yogesh patel mla vadodara) પટેલને 92,642 મત અને કોંગી ધારાસભ્ય ચિન્નમ ગાંધીને 40,857 મત મળ્યા હતા. વર્ષ 2012માં ભાજપની આ બેઠક પર ભવ્ય જીત થઈ હતી. તો વર્ષ 2017માં આ બેઠક પર ભાજપ પક્ષ તરફથી ફરી યોગેશ પટેલને જ મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તે વખતે કૉંગ્રેસ પક્ષ તરફથી ચિરાગ ઝવેરી (Congress Candidate Chirag Zaveri) સામસામે હતા. તે વખતે યોગેશ પટેલને 1,05,036 મત મળ્યા હતા. કૉંગી ધારાસભ્ય ચિરાગ ઝવેરીને 46,674 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાતમાં ટોપ ઓફ ઘી ટાઉન બનેલ માંજલપુર બેઠક પર કોકડું ઉકેલાયું

ભવ્ય સ્વામિનારાયણ મંદિર: માંજલપુર વિધાનસભાનું (Manjalpur Assembly Seat) અસ્તિત્વ વર્ષ 2012માં શહેરવાડી વિધાનસભામાંથી છૂટી પડી થયું છે. વડોદરાની વર્ષો જૂની ઔદ્યોગિક વસાહતો માંજલપુર વિધાનસભા ક્ષેત્રમાં (Manjalpur Assembly Seat) જ આવેલી છે. આ વિધાનસભા વિસ્તારમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિર આવેલું (Swaminarayan Temple Vadodara) છે. અહીં વૈષ્ણવ સમાજનું વ્રજધામ આધ્યાત્મિક સંકુલ (Vraj Dham Temple Vadodara) આવેલું છે, જે ખૂબ જ જાણીતું છે. આ વિસ્તારમાં ખાણીપીણીની વાત કરીએ તો, અહીં ચૂલાની સેવ ઉસળ ખૂબ જ પ્રખ્યાત છે અને અહીં પૌરાણિક મહાદેવ મંદિર આવેલું છે, જે ભાવિભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ગુજરાતમાં ટોપ ઓફ ઘી ટાઉન બનેલ માંજલપુર બેઠક પર કોકડું ઉકેલાયું

જાતિ સમીકરણ:જાતિ સમીકરણ શહેરમાં માંજલપુર વિધાનસભા બેઠક (Manjalpur Assembly Seat) પર જાતિ સમીકરણની વાત કરીએ તો, અહીં પાટીદાર, હિન્દી ભાષી અને મરાઠી મતદાનનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. આ બેઠક ઉપર કોઈ જાતિવાદી પ્રશ્ન હાલમાં જોવા નથી મળી રહ્યો, જેના કારણે છેલ્લા 2 ટર્મથી ભાજપનો ભગવો આ બેઠક પર લહેરાઈ રહ્યો છે. તેમ જ આગામી વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ભાજપનો દબદબો જળવાઈ રહે તેવા એંધાણ સેવાઇ રહ્યા છે.

Last Updated : Nov 17, 2022, 3:47 PM IST

ABOUT THE AUTHOR

...view details