સુરતપાંડેસરા વિસ્તારમાં કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને મોટી જનસભાસંબોધી હતી. જોકે આ પાંડેસરા વિસ્તારમાં ખૂબ જ મોટી સંખ્યામાં પરપ્રાંતી ભાઈઓ રહે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને તેઓએ જન સંબોધન કર્યું હતું. ગુજરાતમાં કેટલાક લોકો ઝુઠું બોલીને માહોલબગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ETV Bharat / assembly-elections
ઓરિસ્સામાં લોકોને સુરતમાં આવીને રોજગારી શા માટે કરવી પડી રહી છે: ધર્મેન્દ્ર પ્રધાન - સુરત પાંડેસરા વિસ્તાર
ગુજરાત વિધાનસભાની ચુંટણીને (Gujarat Assembly Election 2022) લઇને અનેક નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સુરત પાંડેસરા વિસ્તારમાં(Surat Pandesara area )જનસભા સંબોધી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે લાંબા સમય સુધી ઓરિસ્સામાં શાસન કર્યું છે તો પછી ત્યાંના લોકોને સુરતમાં આવીને રોજગારી શા માટે કરવી પડી રહી છે
ભારતીય જનતા પાર્ટી ધર્મેન્દ્ર પ્રધાને સંબોધન કરતા વધુ જણાવ્યું કે ઓરિસ્સામાં, આંધ્રપ્રદેશ, બેંગોળી, રાજસ્થાન હોય કે પછી ઉત્તર પ્રદેશના તમામ પર પ્રાંત ભાઈઓ ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) સાથે હોય છે. આ વખતે પણ અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ મૂકીને આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પણ ચમત્કારી બહુમત મળશે. ગુજરાતમાં કેટલાક લોકો ઝુઠું બોલીને માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે લોકો ગુજરાતના વિકાસ, નર્મદાનું પાણી ગુજરાતમા ના આવે તે માટે કેટલાક લોકો દ્વારા ષડયંત્ર કરવામાં આવ્યું હતું. જે લોકોએ ગુજરાતના છબી અને દુનિયામાં ખરાબ કરવાની કોશિશ કરી હતી. એ લોકો ફરી અન્ય નામોની પાર્ટીના નામ સાથે આવી ગયા છે. આ તમામ લોકોને ગુજરાતી જનતા આ વખતે ફરી જવાબ આપશે.
ઓડિશામાં શાસનમાંકેન્દ્રીય પ્રધાનએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ લાંબા સમય સુધી ઓડિશામાં શાસનમાં રહ્યું પણ છે. ઓડીસાથી કોંગ્રેસના નેતા અહીં પ્રચાર માટે આવે છે તેને લઈને કહ્યું કે, સુરતમાં ઓડિશાના ભાઈ બહેનો વચ્ચે છેલ્લા 30 વર્ષથી હું અહીં આવું છું. કોંગ્રેસ લાંબા સમય સુધી ઓડિશામાં શાસનમાં રહ્યું પણ છે. ઓડિશામાં જો તેઓ રોજગારની વ્યવસ્થા કરતે તો ઓરિસ્સાના ભાઈ બહેનોને સુરત આવવાની જરૂર પડતી ખરી? આ લોકો પોતે જ ગુનેગાર છે. ઓડીસા લોકોને પાછળ કરીને અહીં આવીને ખોટા આંસુઓ બતાવી રહ્યા છે. તેમના કેટલાક રાજ્યોમાં સરકાર પણ રહી છે. ત્યાંની પણ શું સ્થિતિ છે તે પણ જોવા લાયક છે. સુરતમાં રોજગારી માટે સારી વ્યવસ્થાઓ છે. જેથી દેશના લોકો અહીં આવે છે.