ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

કેન્દ્રીય ગૃહપ્રઘાન અમિત શાહે નારણપુરા ખાતે કર્યું મતદાન - કેન્દ્રીય ગૃહપ્રઘાન અમિત શાહે મતદાન કર્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Assembly Election 2022) બીજા તબક્કાનું મતદાન (Second phase voting) ચાલી રહ્યું છે, ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah voting at Naranpur) પોતાના પરિવાર સાથે નારણપુરાના સબ જોનલમાં મતદાન કર્યું હતું. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કામેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા.

કેન્દ્રીય ગૃહપ્રઘાન અમિત શાહે નારાણપુરા ખાતે કર્યું મતદાન
કેન્દ્રીય ગૃહપ્રઘાન અમિત શાહે નારાણપુરા ખાતે કર્યું મતદાન

By

Published : Dec 5, 2022, 11:28 AM IST

Updated : Dec 5, 2022, 1:20 PM IST

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Assembly Election 2022) બીજા તબક્કાનું મતદાન (Second phase voting) ચાલી રહ્યું છે. ત્યારે નારણપુરા ખાતે આવેલ સબ ઝોનલ ઓફિસ ખાતે અમિત શાહ પોહોચ્યા હતા. જ્યા પરિવાર સાથે અમિત શાહે મતદાન (Union Home Minister Amit Shah voting at Naranpur) કર્યું હતું. પુત્ર જય શાહ, પત્ની અને પુત્ર વહુ સાથે મતદાન કર્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. મતદાન કર્યા પછી અમિત શાહ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. ત્યાર બાદ મીડિયા સાથે વાત ચીત કરી હતી.

કેન્દ્રીય ગૃહપ્રઘાન અમિત શાહે નારાણપુરા ખાતે કર્યું મતદાન

કેન્દ્રીય ગૃહપ્રઘાન અમિત શાહે કર્યું મતદાન :ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યના મતદારોને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, લોકોને, ખાસ કરીને પ્રથમ વખતના મતદારોને મતદાનમાં ભાગ લેવા વિનંતી કરી હતી. સવારથી જ રાજ્યભરમાં ઉત્સાહભેર મતદાન થઇ રહ્યું છે. રાજ્યના મતદારો જાગૃત થઈને મતદાન કરવા પહોંચ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહ તેમના પુત્ર BCCI સેક્રેટરી જય શાહ સહિત પરિવારના સભ્યો સાથે અમદાવાદના નારણપુરામાં AMC પેટા-પ્રાદેશિક કાર્યાલય ખાતે પોતાનો મત આપ્યો હતો.

વોટ આપ્યા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શું કહ્યું :વોટ આપ્યા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, હું દરેકને મતદાન કરવા અપીલ કરું છું, ખાસ કરીને યુવા છોકરીઓ અને છોકરાઓ કે જેઓ પ્રથમ વખત મતદાન કરે છે તેઓ મતદાન કરે. તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં રાજ્યના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતનો વિકાસ એ માત્ર ગુજરાતનો વિકાસ નથી, પરંતુ ગુજરાતથી દેશનો વિકાસ થઈ રહ્યો છે એ પરંપરા આપણે જાળવી રાખવાની છે અને સૌ કોઈ મતદાન કરે એવી અપીલ કરી હતી.

Last Updated : Dec 5, 2022, 1:20 PM IST

ABOUT THE AUTHOR

...view details