જૂનાગઢ ગુજરાતમાં હાલ ચૂંટણીનો જંગ જામી ગયો છે. ત્યારે ચૂંટણીના સમયમાં ઉમેદવારોરાજકીય પક્ષ તરફ મતદારો ચૂંટણી લડતા ઉમેદવારો તરફ પોતાની માંગો રજુ કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢના ત્રીજી જાતિના મતદારોએ (Third caste voters) પણ તમામ રાજકીય પક્ષો પાસેથી આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) વિજય બાદ ચૂંટાયેલો લોક પ્રતિનિધિ અને સરકાર સમગ્ર રાજ્યના ત્રીજી જાતિના મતદારો (Third caste voters) પ્રત્યે પણ સહાનુભૂતિ દાખવે અને તેમને લાગતી યોજના અને લાભો તેમજ સહાય મળે તે અંગે ઘટતું કરવા તમામ રાજકીયપક્ષો પાસે માંગ કરી છે.
ETV Bharat / assembly-elections
અવસર લોકશાહીનો: ત્રીજી જાતિના મતદારોએ રાજકીય પક્ષો સમક્ષ રાખી પોતાની માંગ - Third caste voters
ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યા છે. ત્યારે દરેક મતદારો ચૂંટણી લડતા ઉમેદવારો તરફ પોતાની માંગોની રજૂઆત કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢના ત્રીજી જાતિના મતદારોએ (Third caste voters) પણ તમામ રાજકીય પક્ષો પાસેથી માંગ કરી છે. સહાનુભૂતિ દાખવે અને તેમને લાગતી યોજના અને લાભો તેમજ સહાય મળે તે માટે રજૂઆત કરી છે.
રાજકીય પક્ષ સમક્ષ માંગમતદાન દરેક વ્યક્તિનો અધિકાર છે. ત્યારે ત્રીજી જાતિના મતદારોએ હવે રાજકીય પક્ષ સમક્ષ પોતાની માંગો રાખી છે. ચૂંટણીના સમયમાં વિવિધ આગેવાનો દ્વારા વિધાનસભા બેઠક (Gujarat Assembly Election 2022) પર ઉમેદવારી કરવાને લઈને માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ મતદારો પણ પોતાના અટકેલા કામોને પૂર્ણ કરવા માટે રાજકીય પક્ષો અને ચૂંટાયેલા આગેવાનો સમક્ષ પોતાની વાત મૂકી રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં પણ ત્રીજી જાતિના (Third caste voters) મતદારોએ વિવિધ રાજકીય પક્ષો અને આગેવાનો પાસે સમગ્ર રાજ્યમાં ફેલાયેલા કિન્નર સમાજના મતદારોનું ઉત્થાન થાય તેઓ સામાજિક રીતે આગળ આવે તેને લઈને તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી જંગમાં જોવા મળતા તમામ ઉમેદવારોએ ત્રીજી જાતિના મતદારોને સ્પર્શતા મુદ્દાઓને ઉઠાવવાની માંગ કરી છે. ચૂંટણી પરિણામો બાદ રાજકીય પક્ષોના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ત્રીજી જાતીના મતદારોને લઈને કોઈ નક્કર અને યોજનાકિય કામો કરે તેવી માંગ કરી છે.
લોક લોભામણી જાહેરાતો કિન્નર સમાજના પ્રમુખે ઈ ટીવી ભારત સાથે કરી વાતકિન્નર સમાજના પ્રમુખ નીલા માસીએ etv ભારત સમક્ષ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કેચૂંટણીના સમયમાં તમામ રાજકીય પક્ષો લોક લોભામણી જાહેરાતો અને મતદારોને તેમના તરફમાં મતદાન કરવાને લઈને જાહેરાતો કરી રહ્યા છે. પરંતુ સમગ્ર રાજ્યમાં દરેક વિધાનસભા બેઠક પર જોવા મળતા ત્રીજી જાતિના મતદારો પ્રત્યે ચૂંટાયેલો પ્રતિનિધિ કે ધારાસભ્ય કોઈ નક્કર યોજનાને અંજામ સુધી પહોંચાડી શકયા નથી. કિન્નર સમાજમાંથી આવતા મેરાણી માસીએ પણ કિન્નર સમાજને પડતી અગવડતાઓને દૂર કરીને તેમની માંગણીઓને સંતોષવામાં આવે તેવી તમામ રાજકીય પક્ષો ચૂંટણી લડી રહેલા ઉમેદવારો અને અગ્રણીઓ સમક્ષ માંગ કરી છે.