વડોદરા:ગુજરાત વિધાનસભા ચૂંટણીનો(Gujarat assembly election 2022) માહોલ જામી ચુક્યો છે ત્યારે 150થી પણ વધારે સીટ ભાજપ જીતે તે માટે સ્ટાર પ્રચારો (star campaigner of bhartiya janta party) મેદાને ઉતાર્યા છે. ભાજપના સ્ટાર પ્રચારક ડો. સંબિત પાત્રાની (dr.sambit patra BJP) વડોદરાની મુલાકાતે હતા. જેમાં જણાવ્યું હતુ કે આ કોઈ સાધારણ જગ્યા નથી. સાચા અર્થમાં કલ્ચર કેપીટલ વડોદરા (Cultural capital city of vadodara) છે. ગુજરાતની સાંસ્કૃતિક જન્મભૂમિ છે, સાંસ્કૃતિક રાજધાની છે. મહાકાળી અહીંથી દૂર નથી. પાવાગઢ (pavagadh, holy place of mahakali mata) જ્યાં અનેક વર્ષો પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ત્યાં ધ્વજારોહણ થયુ છે. હું મહાકાળીના ચરણોમાં કોટી કોટી નમન કરૂ છુ.
ગુજરાતમાં વિકાસ ગાથા આગળ પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અવિરત વહેતી રહેશે: ડૉ.પાત્રા ભાજપનો થશે ભવ્ય વિજય: ડો.સંબિત પાત્રાએ કહ્યું કે પાંચ સીટ મહાનગરની અને પાંચ સીટ શહેરની કુલ મળીને વડોદરા જિલ્લાની 10 વિધાનસભા બેઠક પર ભાજપની જંગી જીત થવાની છે. જ્યારે આગામી 8 ડિસેમ્બરે પરિણામ આપની સામે આવશે ત્યારે તેમાં 10માંથી 10 સીટ ભાજપના ખાતામાં આવશે. અને કેમ ન આવે. વિકાસની જે પ્રકારની ગાથા વડોદરામાં આપડે નરેન્દ્ર મોદી અને ભાજપના નેતૃત્વમાં જોઈ છે. ગતિ શક્તિ યુનિવર્સિટી હોય, સ્પોર્ટ્સ યુનિ., 65 હજાર કરોડ રૂપિયાના ખર્ચે જહાજ બનાવવાના કારખાનાનો જે શિલાન્યાસ થયો છે. આ તમામ વિષય એ વાતને સિદ્ધ કરે છે કે પીએમ મોદીનો જે લગાવ વડોદરા પ્રત્યે છે.
ઓડિશા-ગુજરાતનું કનેક્શન: તેમને વધુમાં જણાવ્યું હતું કે હુ ઓડિશાથી આવુ છું. ઓડિશા અને ગુજરાતમાં એક મોટું કનેક્શન છે અને એ કનેક્ટર મહાપ્રભુ જગન્નાથજીનો છે. ઓડિશા અને ગુજરાતની સંસ્કૃતિ જગન્નાથની સંકળાયેલી છે. હું કેવળ એટલું જ કહેવા માંગુ છું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે પ્રકારે ભારતની છબીને ન માત્ર સાઉથ-ઈસ્ટ એશિયામાં પરંતુ સમગ્ર વિશ્વમાં આગળ વધારી છે. આ પોતાનામાં ભારત માટે એક નવો કિર્તિમાન સ્થાપિત કરે છે. એક સમયે ભારતનું અર્થતંત્ર વિશ્વમાં 11માં નંબરે હતું, અને આજે પીએમ મોદીના પરિશ્રમને કારણે ભારતનું અર્થતંત્ર 5માં નંબરે આવી ગયું છું.એક ગ્લોબલ લીડરના રૂપમાં નરેન્દ્ર મોદી ઉભરીને આવ્યા છે. અને ગુજરાતના એક સપુતે જે પ્રકારે ભારતની આ છબીને સ્થાપિત કરી છે. તે માટે તેમને પીએમ બનાવનાર ગુજરાતને પણ હું ધન્યવાદ કરીશ તમે વિચારીને જોવો આજે ગુજરાતમાં 11 લાખ લોકોને પાક્કા મકાન નરેન્દ્ર મોદીએ આવાસ યોજાનાના માધ્યમથી આપ્યા છે.
અનેક કિર્તિમાન:આપણે ક્યારેય વિચાર્યું ન હતું કે 370ની કલમ હટશે. પરંતુ ગુજરાતના આ સપુતે એક ઝાટકે આ કલમને હટાવી દીધી. સર્જીકલ સ્ટ્રાઈકના માધ્યમથી અમે એક કિર્તિમાન સ્થાપિત કર્યો કે ભારત પોતાના પર થઈ રહેલા કોઈ પણ પ્રહારને સહન નહીં કરે. પરંતુ મને આજે દુઃખ થાય છે. આજે પણ કેટલાંક લોકો એવા છે જે હિંદુસ્તાનની આર્મીને નીચું બતાડવામાં કોઈ કસર નથી છોડતા. અમે ક્યારેય વિચાર્યુ ન હતુ અમારી અનુયાયીમાં રામમંદિર બનશે. આજે આ કાર્ય થઇ રહ્યુ છે. ત્યારે માટે આજે અપીલ કરુ છું કે મતદાન સમયે કોઇ બાકી ન રહેવુ જોઇએ. 100 ટકા મતદાન કરો તેવી મારી અપીલ છે.